Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

મહારાષ્ટ્રમાં ૩ મહિલા સહિત પાંચ નક્સલવાદી ઠાર કરાયા

સુરક્ષાકર્મીઓને મોટી સફળતા મળી : મહારાષ્ટ્રના ગઢચિરૌલીના જંગલોમાં કમાન્ડોની ટીમ પર નક્સલવાદીઓએ હુમલો કરતા વળતી કાર્યવાહી કરાઈ

ગઢચિરૌલી, તા. ૧૯ : મહારાષ્ટ્રના ગઢચરૌલીમાં સુરક્ષાકર્મીઓને મોટી સફળતા સાંપડી છે. કમાન્ડોની એક ટીમે ત્રણ મહિલાઓ સહિત પાંચ નક્સલવાદીઓને ગોળીઓથી ફૂંકી માર્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર રવિવારે સવારે નક્સલવાદીઓએ કમાન્ડોની ટીમ પર ગઢચિરૌલીના જંગલોમાં હુમલો કર્યો હતો. જેનો જડબાતોડ જવાબ આપતા જવાનોએ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પાંચ નક્સલવાદીઓ ઠાર થયા છે.

વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ, નક્સલવાદીઓએ ધનોરા વિસ્તારના કોસમી-કિસનેલીના જંગલોમાં સર્ચ ઓપરેશન હાથ ચાલી રહ્યું હતું તે સમયે અચાનક પોલીસ અધિકારીની એક ટીમ પર ગોળીબાર શરૂ થઈ ગયો હતો. એક અધિકારીએ કહ્યું, એન્ટી નક્સલ ઓપરેશન સી-૬૦ કમાન્ડોએ નક્સલવાદીઓ પર જવાબી કાર્યવાહી હાથ ધરી ત્યારબાદ તેઓ તે વિસ્તારમાંથી ભાગી ગયા હતા.

પોલીસે જંગલમાંથી ત્રણ મહિલા અને બે પુરુષ નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. મળી આવેલા મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે. ગઢચિરૌલીના એક એસપી અંકિત ગોયલના નેતૃત્વમાં સુરક્ષાકર્મીઓનું આ વર્ષનું પહેલું મોટું ઓપરેશન હતું. આટલી મોટી અથડામણમાં સુરક્ષાકર્મીઓ તરફથી કોઈ નુકશાન નથી પહોંચ્યું.

(7:35 pm IST)