Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ભારતે 5G ટેકનોલોજી શરૂ કરવા માટે 1.3 થી 2.3 લાખ કરોડ ખર્ચવા પડશે

5G ટેકનોલોજી શરૂ કરવા માટે જંગી મૂડીરોકાણ કરવાની જરૂર

મુંબઇઃ ભારતમાં 5G ટેકનોલોજી શરૂ કરવા માટે જંગી મૂડીરોકાણ કરવાની જરૂર પડશે. એક અંદાજ મુજબ ભારતે 5G ટેકનોલોજી શરૂ કરવા માટે 1.3 થી 2.3 લાખ કરોડ રૂપિયા ખર્ચવા પડશે. ટેલિકોમ નિયામક ટ્રાઇના નવા રિઝર્વ પ્રાઇસના આધારે મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિસે એક ટેલિકોમ રિપોર્ટમાં આવા દાવો કર્યો છે. રિપોર્ટ મુજબ મુંબઇમાં 100MHz મિડ બેન્ડ સ્પેક્ટ્રમ પ્રાપ્ત કરવા માટે 84 અબજ રૂપિયાના મૂડીખર્ચની આવશ્યકતા પડશે, અલબત બીડનું મૂલ્ય બેઝ વેલ્યૂથી વધારે પણ હોઇ શકે છે.

રિપોર્ટ મુજબ પ્રતિ સાઇટ 20 લાખ રૂપિયાના ખર્ચની સાથે કવરેજની માટે 9000 સાઇટોની આવશ્યકતા પડશે. તેના આધારે જોઇએ તો સાઇટોની માટે કુલ મૂડીખર્ચની આવશ્યકતા 18 અબજ રૂપિયા હશે, જે કુલ મૂડીખર્ચને 100 અબજ રૂપિયા સુધી લઇ જઇ શકે છે. આવી રીતે દિલ્હીમાં 5G ટેકનોલોજી શરૂ કરવા માટે મૂડીખર્ચની આવશ્યકતા 87 અબજ રૂપિયા હશે. બેસપ્રાઇસ (69 અબજ રૂપિયા) પર 100MHz મિડ બેન્ડ સ્પેક્ટ્રમ માનીને આ ગણતરી કરવામાં આવી છે.

ભારતનો ટેલિકોમ ઉદ્યોગ મૂડીખર્ચ પીક આઉટ (ખાસ કરીને ભારતી એરટેલ અને રિલાયન્સ જીઓની માટે) અને મુક્ત રોકડ પ્રવાહ (એફસીએફ)માં વૃદ્ધિ દેખાઇ રહી છે. અલબત 5G ટેકનોલોજી અપગ્રેડ અને આગામી સ્પેક્ટ્રમ અપગ્રેડેશનની તરફ વધતા મૂડીખર્ચને કારણે જોખમ વધી રહ્યુ છે. રિપોર્ટ મુજબ 5G નેટવર્કની માટે ત્રણ મુખ્ય મોટા ઘટકોમાં રોકાણ - સ્પેક્ટ્રમ, સાઇટ્સ અને સંપૂર્ણ ભારત કવરેજની સાથે મિડ/લો બેન્ડ સ્પેક્ટ્રમ પર ફાઇબર 2.3 લાખ કરોડ રૂપિયા/1.3 કરોડ રૂપિયા થશે, જે માત્ર મેટ્રો સિટી અને 'એ' સર્કલના કવરેજની માટે 1.3 લાખ કરોડ રૂપિયા/ 788 અબજ રૂપિયા સુધી ઓછું હોવુ જોઇએ.

રિપોર્ટ મુજબ ઓછુ કવરેજ અને 1.5 લાખ રૂપિયાનો ખર્ચ/ સાઇટની સાથે, સમગ્ર ભારત કવરેજની માટે 1.6 લાખ કરોડ રૂપિયા (મિડ-બેન્ડ) સુધી ઓછુ હોઇ શકે છે. અત્યાં સુધી કે FY23થી શરૂ થશે એવુ માનીને ચાલતા, આગામી 4-5 વર્ષોમાં (4G રોકાણની પ્રવૃત્તિને અનુરૂપ) નવી યોજનાઓ મોટી સંખ્યામાં અસરોને ઘણી હક સુધી બચાવી શકે છે

(9:42 pm IST)