Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ભારતીય રેલ્વેનો મોટો નિર્ણય:હવે સિનિયર સિટીઝન અને વરિષ્ઠ નાગરિકોને ભાડામાં નહીં મળે છૂટ : નિયમ બદલાયો

મુસાફરોનો ઘસારો વધતા કેટલીય ટ્રેનોમાં સ્લીપર અને એસીની સીટો ફૂલ: વેઈટીંગ લિસ્ટ પણ વધી ગયુ

કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે હાલ ટ્રેન સેવા બંધ છે. પણ 15 એપ્રિલથી રેલ્વેની અમુક સેવાઓ શરૂ થઈ ગઈ છે. તેને ધ્યાને રાખી લોકો ટિકિટ પણ બુક કરાવી રહ્યા છે. લોકડાઉન ખોલવાની હજૂ લોકો રાહ જોઈ રહ્યા છે, ત્યારે મુસાફરો પણ એડવાંસમાં બુકીંગ કરી રહ્યા છે. ત્યારે હવે પરિસ્થિતી એવી થઈ કે, મુસાફરોનો ઘસારો વધતા કેટલીય ટ્રેનોમાં સ્લીપર અને એસીની સીટો ફૂલ થઈ ગઈ છે. જેના કારણે વેઈટીંગ લિસ્ટ પણ વધી ગયુ છે. આ સ્થિતી એટલા પણ બની રહી છે કે, સીનિયર સિટીઝન અને વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી છૂટ હવે નહીં મળવાની જેને લઈને આ પરિસ્થિતીનું નિર્માણ થયુ છે.

(9:49 pm IST)