Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

હવે જાતે જ કરી શકાશે કોરોના ટેસ્ટ : USFDAએ પહેલી સેલ્ફ કોવિડ ટેસ્ટ કિટને આપી દીધી મંજૂરી

આ સિંગલ યુઝ ટેસ્ટ કિટનું નિર્માણ લ્યુકિરી હેલ્થે કર્યું : પોતાના નાકમાંથી સેમ્પલ લઈને ટેસ્ટ કરી શકાય :ઈમર્જન્સીમાં ઉપયોગ આવી શકે

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે USFDAએ મંગળવારે કહ્યું કે તેમણે પહેલી સેલ્ફ કોવિડ ટેસ્ટ કિટને મંજૂરી આપી દીધી છે. આ કિટ દ્વારા ઘરે જ કોરોના ટેસ્ટ કરવામાં આવી શકે છે. આનાથી માત્ર 30 મિનિટમાં પરિણામ મળી જાય છે. USFDA તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે આ સિંગલ યુઝ ટેસ્ટ કિટનું નિર્માણ લ્યુકિરી હેલ્થે કર્યું છે, જેનો ઉપયોગ ઈમર્જન્સીમાં કરવામાં આવી શકે છે. આ કિટ દ્વારા પોતાના નાકમાંથી સેમ્પલ લઈને ટેસ્ટ કરી શકાય છે. USFDAએ આપેલી માહિતી અનુસાર 14 વર્ષ અથવા તેનાથી મોટા લોકો આ કિટ દ્વારા કોરોનાનો ટેસ્ટ કરી શકે છે

(11:16 pm IST)