Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ભારતમાં અત્યાર સુધી 3.81 લાખથી વધુ લોકોને લાગી કોરોનાની વેક્સીન

રસીકરણ બાદ દેશમાં 580 પ્રતિકૂળ ઘટનાઓ બની : સાતને હોસ્પિટલમાં દાખલ કરાયા

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંક્રમણ વિરુદ્ધ લડાઈમાં દેશના વિભિન્ન રાજ્યોમાં રસીકરણ અભિયાન ચાલ્યું હતું. આ દરમિયાન લાખોની સંખ્યામાં લાભાર્થીઓને કોરોના વેક્સિન લગાવવામાં આવી. રાહતની વાત છે કે તેની કોઈ આડ અસર જોવા મળી નથી. દેશમાં રસીકરણ અભિયાનના ત્રીજા દિવસે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ કહ્યુ કે, 18 જાન્યુઆરીના દેશભરમાં રસીકરણ કરનાર લાભાર્થીઓની કુલ સંખ્યા સાંજે પાંચ સુધી 1,48,266 છે. દેશમાં અત્યાર સુધી ત્રણ લાખ 81 હજાર 305 લોકોને રસી લગાવી દેવામાં આવી છે.

આંધ્ર પ્રદેશમાં 9758, અરૂણાચલ પ્રદેશમાં 1054, અસમમાં 1872, બિહારમાં 8656, છત્તીસગઢમાં 4459, દિલ્હીમાં 3111, હરિયાણામાં 3446, હિમાચલ પ્રદેશમાં 2914, જમ્મુ-કાશ્મીરમાં 1139, ઝારખંડમાં 2687, કર્ણાટકમાં 36888 લોકોને રસી લગાવવામાં આવી છે. તેમણે કહ્યું કે રસીકરણ બાદ દેશમાં 580 પ્રતિકૂળ ઘટનાઓના રિપોર્ટ મળ્યા છે. જેમાંથી સાતને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં કોવિડ વેક્સિન લગાવ્યા બાદ બે વ્યક્તિઓના મોત થયા, પરંતુ તેનો સીધો સંબંધ વેક્સિનથી નથી.

(9:42 pm IST)