Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

તાંડવ ' વેબસીરીઝ વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં ફરિયાદ : હિન્દૂ દેવી દેવતાઓની ઠેકડી ઉડાડી બે કોમ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાનો આરોપ : હિન્દૂ સેનાના સ્થાપક વિષ્ણુ ગુપ્તાએ કોર્ટના દ્વાર ખખડાવ્યા

ન્યુદિલ્હી : તાંડવ ' વેબસીરીઝ વિરુદ્ધ હિન્દૂ સેનાના સ્થાપક વિષ્ણુ ગુપ્તાએ દિલ્હી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.જે  મુજબ  આ વેબસીરીઝમાં હિન્દૂ દેવી દેવતાઓની ઠેકડી ઉડાડી બે કોમ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાનો પ્રયાસ કરાયો હોવાનો તથા ઉત્તર પ્રદેશ સરકારને પણ નિશાન બનાવાઈ હોવાનો આરોપ મુકાયો છે.

પિટિશનમાં વેબસીરીઝ ડિરેક્ટર અલી અબ્બાસ જાફર ,પ્રોડ્યુસર હિમાંશુ ક્રિષ્ના મેહતા,રાઇટર ગૌરવ સોલંકી ,તેમજ એક્ટર્સ સૈફ અલી ખાન ,મોહંમદ ઝીશાન અયુબ ,તથા ગૌહર ખાન ઉપર જુદી જુદી આઇપીસી કલમો લગાડી એફઆઈઆર નોંધવા અરજ કરી છે.ઉપરાંત એમેઝોનના અપર્ણા પુરોહિત ઉપર પણ એફઆઈઆર નોંધવા માંગણી કરી છે.

પિટિશનમાં જણાવાયા મુજબ વેબસીરીઝના પ્રથમ એપિસોડમાં એક્ટર અયુબ ખાનને ભગવાન શિવ તરીકે દર્શાવાયેલ છે.તથા અન્ય એકથી સાત આરોપીઓને બે કોમ વચ્ચે વૈમનસ્ય ઉભું થાય તેવા પ્રયાસો કરવાનો આરોપ લગાવાયો છે.આરોપીઓએ કેન્દ્ર સરકાર તથા ઉત્તર પ્રદેશ સરકારને પણ નિશાન બનાવી હોવાનો આરોપ મુકાયો છે.

એડવોકેટ શશી રંજન કુમાર દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હોવાનું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)