Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ભાજપને ટક્કર મળવાની સાથે

બંગાળમાં થશે દીદીની વાપસીઃ તમિલનાડુ- પોંડિચેરીમાં આવી શકે છે સત્તા પરિવર્તન

સી વોટર સર્વેના પરિણામો આવ્યા સામે : મુખ્યમંત્રી મમતા બેનર્જી પ્રથમ પસંદગીના ઉમેદવાર : ભાજપના અધ્યક્ષ દિલિપ ઘોષ બીજા સ્થાને : બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી સીએમ પદ માટેના ત્રીજા ઉમેદવાર

નવી દિલ્હી, તા.૧૯: સી વોટરના સર્વેમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સૌથી વધારે પસંદગીના મુખ્યમંત્રી ઉમેદવારના રૂપમાં આગળ જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રીના પદ માટે મમતા બેનર્જીને ૪૮.૮ ટકા લોકોએ પસંદ કર્યા છે. ભાજપના અધ્યક્ષ દિલિપ દ્યોષ અન્ય અને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી સીએમ પદ માટેના ત્રીજા ઉમેદવાર તરીકે પસંદગી પામી રહ્યા છે.

પશ્ચિમ બંગાળ સહિત દેશના ૪ રાજયો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. ૫ રાજયોમાં થનારી ચૂંટણીમાં આખા દેશની નજર પશ્ચિમ બંગાળ પર છે. સત્તાધારી ટીએમસીની અધ્યક્ષ મમતા બેનર્જીની સરકાર બચાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે તો લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શનથી ઉત્સાહિત ભાજપ પણ દાવ અજમાવી રહી છે. ચૂંટણી આયોગે હાલમાં વિધાનસભા ચૂંટણી માટે તારીખની જાહેરાત કરી નથી. પણ બંગાળમાં રાજનીતિ જોર પકડી રહી છે.

બંગાળના મતદાતાઓએ કરેલા વોટિંગમાં જોવા મળી રહ્યું છે કે મમતા દીદી માટે રાહતના આસાર છે. સી વોટર સર્વેમાં મમતા બેનર્જી મુખ્યમંત્રી પદ માટે પહેલી પસંદગી પામી રહી છે. આ સર્વે અનુસાર તેમના સત્તામાં આવવાનું અનુમાન પણ કરાઈ રહ્યું છે. સર્વેનું અનુમાન છે કે ભાજપને તેનો લાભ મળી શકે છે.

આ સર્વેમાં મમતા દીદીની લગભગ ૨ ટકા વોટ અને ૫૩ સીટનું નુકસાન થઈ શકે છે. એબીપી - સી વોટર સર્વે અનુસાર ટીએમસીને ૪૩ ટકા વોટ શેરની સાથે ગઈ ચૂટણીની ૨૧૧દ્ગક સરખામણીએ આ વખતે ૧૫૮ સીટ મળવાનું અનુમાન છે. ભાજપ ગત ચૂંટણીમાં ૧૦.૨ ટકાની તુલનામાં ૩૭.૫ ટકા વોટ શેરની સાથે ૩ વાર લાંબી છલાંગ લગાવીને ૧૦૨ સીટ જીતી શકે છે. વામ દળ અને કોંગ્રેસને ભારે નુકસાન થવાનું અનુમાન છે. તેમના વોય શેર ગત ચૂટણીના ૩૨ ટકાથી દ્યીને ૧૧.૮ ટકા અને સીટો ૭૬થી ઘટીને ૩૦ સુધી આવી શકે છે.

સી વોટર સર્વેમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સૌથી વધારે પસંદગીની ઉમેદવાર છે. મુખ્યમંત્રીના પદ માટે મમતાને ૪૮.૮ ટકા લોકોએ મત આપ્યો છે. તો ભાજપના અધ્યક્ષ દિલિપ દ્યોષ અન્ય અને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલી સીએમ પદ માટેના ત્રીજા ઉમેદવાર તરીકે પસંદગી પામી રહ્યા છે. સર્વે અનુસાર બંગાળના ૩૭.૧૭ ટકા લોકોએ પીએમ મોદીના કામકાજને લઈને સંતોષ વ્યકત કર્યો છે. ૨૩.૮૯ ટકા લોકો અસંતુષ્ટ છે.

સી વોટર સર્વેના અનુમાન અનુસાર આસામમાં ભાજપની સરકાર બની શકે છે. સર્બાનંદ સોનોવાલ મુખ્યમંત્રી પદના સૌથી પસંદગીના ઉમેદવાર બની શકે છે. બીજા નંબરે ભાજપના હિમંત બિસ્વ સરમા અને કોંગ્રેસના ગૌરવ ગૌગાઈ ત્રીજા નંબરે છે. સર્વે અનુસાર ભાજપ ગઠબંધન ૪૩ ટકા વોટ શેરની સાથે ૭૭ સીટ પર સત્તામાં પરત આવી શકે છે. ગત ચૂંટણીમાં ૮૬ સીટ પર જીત મળી હતી. કોંગ્રેસના નેતૃત્વના ગઠબંધનને ૩૫ ટકા વોટની સાથે ગત ચૂંટણીની ૨૫દ્ગક સરખામણીએ ૪૦ સીટ મળી શકે છે.

આ બંને જગ્યાઓએ સત્તા પરિવર્તનના આસાર જોવા મળી રહ્યા છે. સત્તાધારી એઆઈએડીએમકેને ગઈ વખતના ૧૩૬ના બદલે ૬૪ સીટ મળી રહી છે. તો વિપક્ષ ડીએમકેને ૧૬૨ સીટ જીતીને સત્તામાં આવવાા આસાર છે. સર્વે અનુસાર ૩૬.૪ ટકા લોકોનું સમર્થન ડીએમકેના એમકે સ્ટાલિન મુખ્યમંત્રી પદ માટે થઈ રહ્યું છે. પોડિંચેરીમાં કોંગ્રેસના કેવી નારાયણસામી મુખ્યમંત્રી પદ માટે પસંદગી પામી રહ્યા છે. તેઓએ ગત ચૂટંણીની ૧૨ને બદલે ૧૬ સીટ જીતી છે. તો યૂપીએની સીટ પણ ઘટવાનું અનુમાન છે.

સી વોટર સર્વેમાં ૪૬.૭ ટકા લોકોએ પિનરઈ વિજયનને સીએમ પદ માટે પસંદ કર્યા છે. ૪૧.૬ ટકા વોટ શેરની સાથે ૮૫ સીટ જીતીને એલડીએફ ફરી સત્તામાં પરત આવી શકે છે. ગત ચૂંટણીમાં એલડીએફને ૯૧ સીટ પર જીત મળી હતી. વિપક્ષ યૂડીએફને સર્વેના અનુસાર ૬ સીટનો ફાયદો થઈ શકે છે. ભાજપ ૧૫.૩ ટકા વોટ શેરની સાથે એક સીટ જીતી શકે છે.

(10:26 am IST)