Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્‍યે સંવેદના વ્‍યકત કરીને સહાયની જાહેરાત કરી

નવી દિલ્‍હી તા. ૧૯ : સુરતમાં કીમમાં માતેલા સાંઢની જેમ આવેલા ડમ્‍પરે ૧૫ લોકોને કચડ્‍યા હતા. મોડી રાત્રે બનેલો આ અકસ્‍માત એટલો ગંભીર હતો કે, રાતમાં મજૂરોની મરણચીસ અંધારામાં કોઈએ સાંભળી ન હતી. અકસ્‍માતમાં એક બાળક સહિત કુલ ૧૫ લોકોના મોત નિપજયાં છે. ત્‍યારે પ્રધાનમંત્રી મોદીએ સુરતમાં ટ્રક અકસ્‍માતને કારણે મજૂરોના કરૂણ મોત નીપજયા તે અંગે દુઃખ વ્‍યક્‍ત કર્યું. તેમણે ટ્‍વીટ કરીને કહ્યું કે, મારી સંવેદના શોકગ્રસ્‍ત પરિવારો સાથે છે. ઈજાગ્રસ્‍તો વહેલી તકે સ્‍વસ્‍થ થાય તે માટે ઇશ્વરને પ્રાર્થના. તો સાથે જ પીએમ મોદીએ મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્‍તોને સહાયની જાહેરાત કરી છે.

દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ મૃતકોના પરિવારજનો પ્રત્‍યે સંવેદના વ્‍યક્‍ત કરીને સહાયની જાહેરાત કરી છે. પીએમઓ દ્વારા મૃતકોના પરિવારજનોને ૨ લાખની સહાય કરવામાં આવશે. તો સાથે જ ઈજાગ્રસ્‍તોને ૫૦ હજારની મદદની જાહેરાત કરવામાં આવી છે.

(10:54 am IST)