Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

અમેરિકાના ઉપરાષ્‍ટ્રપતિ પદે શપથ લેશે ભારતીય મૂળના કમલાદેવી હેરિસ

કમલા હેરિસની ડીસ્‍ટ્રીકટ અટોર્નીની ઉપરાષ્‍ટ્રપતિ સુધીના સફરની એક ઝલક

 (જીતેન્‍દ્ર રૂપારેલિયા)વાપીઃ યુનાઇટેડ સ્‍ટેટ્‍સ ઓફ અમેરિકાની રોમાંચક ચૂંટણી જંગમાં ઉપરાષ્‍ટ્રપતિ પદ માટે માઈક પેન્‍સને હરાવીને કમલા હેર્રિસએ ભવ્‍ય જીત મેળવી એટલું જ નહિ યુએસમાં ઉપરાષ્‍ટ્રપતિ પદ માટે ચૂંટાયેલા પ્રથમ મહિલાનું ગૌરવ પણ મેળવ્‍યું એક બાજુ વિશ્વ નો શક્‍તિશાળી દેશ અને એના મોટા ગજાના  નેતાઓ સામે જંગ  જીતી ભવ્‍ય જીત  મેળવનાર કમલા દેવી હેરિસ કોણ છે..?

   કમલા હેરિસ ની કારકિર્દીની એક ઝલક જોઈએ તો ૨૦મી ઓક્‍ટોબર , ૧૯૬૪ના રોજ ઓકલેન્‍ડ ,કેલિફોર્નિયા ના રોજ પિતા ડોનાલ્‍ડ હેરિસ અને માતા શ્‍યામ ગોપાલન ને ત્‍યાં જન્‍મ થયો.   

હોવર્ડ અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા માં થી તાાતક થયા ... અલમાડા કાઉન્‍ટી ડી .એ તરીકે કારકિર્દી ની શુરૂઆત કરી ત્‍યાર બાદ સાન ફ્રાન્‍સિસ્‍કો ડિસ્‍ટ્રિક્‍ટ અટોર્નીના ઓફિસ માં વરણી થયા બાદ ૨૦૦૩ના વર્ષમાં સાન ફ્રાન્‍સિસ્‍કોના ડિસ્‍ટ્રિક્‍ટ અટોર્ની તરીકે તેમની નિયુક્‍તિ થઇ.

પોતાના કારકિર્દીમાં આગળ ધપતા ગયા અને ૨૦૧૦ની સાલમાં અટોર્ની જેનેરલ ઓફ કેલિફોર્નિયા જેવી મહત્‍વની જવાબદારી મળી અને ૨૦૧૪ના વર્ષમાં ફરી એક વાર તેઓ અટોર્ની જેનેરલ ઓફ કેલિફોર્નિયા  તરીકે ચૂંટાઈ આવ્‍યા.

   પોતાની કાયદાકીય સુઝબુઝ અને સામાજિક મુદ્દાઓ ને લોકોની સામે લાવી અને એના હલ શોધવાના પ્રયાસોના કારણે તેઓ લોકપ્રિય બન્‍યા અને વર્ષ ૨૦૧૬ની સાલ માં તેમણે લોરેટ્ટા સાન્‍ચેઝ ને હરાવી સેનેટર બન્‍યા.

રાજકીય કારકિર્દીની રાષ્‍ટ્રીય લાઈમલાઈટ માં તેઓ ત્‍યારે આવ્‍યા જયારે તેમણે  ટ્રમ્‍પ સરકાર વિરૂદ્ધ ખુલ્લેઆમ સવાલો કર્યા  અને વિરોધ કર્યો ..ઑગષ્ટ ૨૦૨૦માં જો બિડેને તેમને રુન્નિન્‍ગ મેટ તરીકે પસંદ કર્યા અને નવેમ્‍બર ૨૦૨૦ના રોજ અમેરિકાની પ્રથમ મહિલા રાષ્‍ટ્રપતિ તરીકે જીત મેળવી અમેરિકી મહિલાઓ અને ભારતીયોને ગૌરવાન્‍વિત કાર્ય છે.

(11:42 am IST)