Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

ચીની સૈનિકો લદાખમાં ઠંડી પડતા બિમાર પડવા લાગ્યા

ફિંગર ૪ ઉપરથી હૉસ્પિટલ લઈ જવાયા : બન્ને દેશના સૈનિકો જે જગ્યા પર તૈનાત છે ત્યાં ખૂબ ઠંડી પડી રહી છે, તાપમાન માઇનસ ૫૦ ડિગ્રી સુધી પહોચ્યું

નવી દિલ્હી,તા.૧૯ : પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીન વચ્ચે તણાવના સમાચાર વચ્ચે હવે એવા સમાચાર સામે આવ્યા છે કે અહીં પીપલ્સ લિબરેશન આર્મી એટલે ચીનના જવાનો બીમારી પડી રહ્યા છે. કારણ બંને દેશના સૈનિકો જે જગ્યા પર તૈનાત છે ત્યાં ખૂબ ઠંડી પડી રહી છે અને અહીં તાપમાન માઇનસ ૫૦ ડિગ્રી સુધી પહોંચી જાય છે. ઘટના અંગેની જાણકારી ધરાવતા એક સૈન્ય અધિકારીએ જણાવ્યું કે ચીનની મેડિકલ ટીમે પીપલ્સ લિબરેશન આર્મીએ અમુક સૈનિકોને પેન્ગોંગ ત્સોના ઉત્તર કિનારા પર ફિંગર એરિયામાં ઊંચા મેદાનો પાસેની એક હૉસ્પિટલમાં દાખલ કર્યા છે. નામ જાહેર કરવાની શરતે એક અધિકારીએ જણાવ્યુ કે ચીનના સૈનિકોને હાઇ એલ્ટિટૂડ (સમુદ્રની સપાટીથી ખૂબ ઊંચાઈ પર) પરથી સ્વાસ્થ્ય સમસ્યાને કારણે ફિંગર પરથી ફિંગર પર હયાત હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ફિંગર એરિયા સિરિજાપ રેન્જની બહાર આઠ ટેકરીનો એક સમૂહ છે.

જગ્યા બંને દેશની સેના વચ્ચે ઘર્ષણમાંની એક છે. અહીં બને સેનાઓએ આગળની પોસ્ટ્સ પર લગભગ એક લાખ સૈનિક તૈનાત કર્યા છે. ચીનના સૈનિકોથી ભારતીય સૈનિકો અમુક સૌ મીટર દૂર છે. જે ફિંગર ફોર પર તૈનાત છે. પૂર્વ લદાખમાં કાતિલ શિયાળાની મૌસમ આવી રહી છે. અહીં ભારત અને ચીનના સૈનિકો હાઇ એલ્ટિટૂડ પર છે. આગામી દિવસોમાં બંને દેશની સેનાઓએ મુશ્કેલ પડકારોનો સામનો કરવો પડશે. આથી ભારતીય સૈન્યએ પણ ખૂબ સાવચેતી રાખવી પડશે કે આવા વાતાવરણનો ભારતને સૈનિકો શિકાર બને. ૧૬ હજારથી ૧૭ હજારની ઊંચાઈ પર મૌસમ ભારત અને ચીનના સૈનિકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

હજુ તો કાતિલ ઠંડી નથી પડી. આગામી દિવસો અને મહિલામાં પરિસ્થિતિ ખૂબ ખરાબ થશે. રિપોર્ટ પ્રમાણે અન્ય એક અધિકારીએ જણાવ્યું કે પૂર્વ લદાખમાં સૈનિકોને તૈનાત કરતા પહેલા તૈયારી કરવી પડતી હોય છે. સાથે અહીં કોઈ પણ ઇમરજન્સી માટે પૂરતા પ્રમાણમાં સ્વાસ્થ્ય સેવા પણ ઉપલબ્ધ છે. અધિકારીએ જણાવ્યું કે ભારતીય સૈનિકો સિચાચીન ગ્લેશિયર પર આનાથી પણ વધારે ઊંચાઈ પર તૈનાત છે, પરંતુ ખૂબ ઊંચાઈવાળી જગ્યા પર યુદ્ધના પોતાના અલગ પડકારો હોય છે. લદાખમાં લાંબી લડાઈ માટે તૈયાર ભારતે આગળની પોસ્ટ્સ પર તૈનાત સૈનિકોની ચિકિત્સા સુવિધા માટે વ્યવસ્થા કરી છે. અંદાજ પ્રમાણે શિયાળામાં પણ અહીં ૫૦ હજારથી વધારે સૈનિક તૈનાત રહેશે.

(12:00 am IST)