Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

" ચલે ચલો " : જો બિડનના પ્રચાર માટે સુવિખ્યાત બોલીવુડ ફિલ્મ ' લગાન ' ના ગીતનો વિડિઓ વાઇરલ : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનને વિજયી બનાવવા ઇન્ડિયન અમેરિકન સમર્થકો દ્વારા વિડીઓના માધ્યમથી અપીલ

ન્યુજર્સી : અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનના ઇન્ડિયન અમેરિકન સમર્થકોએ એક વિડિઓ વાઇરલ કર્યો છે.જેમાં આમીરખાન અભિનીત લોકપ્રિય બૉલીવુડ  ફિલ્મ ' લગાન ' નું ગીત ' ચલે ચલો ' મુકાયું છે.
      આ વિડીઓમાં ઇન્ડિયન અમેરિકન લોકો અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે જો બિડન તથા વાઇસ પ્રેસિડન્ટ તરીકે ભારતીય મૂળના મહિલા સેનેટર  સુશ્રી કમલા હેરિસને વિજયી બનાવવાની અપીલ કરે છે.

(8:16 pm IST)