Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

કોરોનાકાળ માં નવું આશાનું કિરણ : ચીનની કંપની સીનોફાર્મની મદદથી બનેલી કોરોના વેકસીન 'જાબ' નો પ્રથમ ડોઝ યુએઈના આરોગ્ય મંત્રીએ લીધો

જાબને યુએઈના હજારો સ્વયંસેવકોના ટેકાથી ચાઇનીઝ ડ્રગ નિર્માતા સિનોફાર્મે વિકસાવી

દુબઈ : યુનાઈટેડ આરબ અમિરાતના આરોગ્ય મંત્રી અબ્દુલ રહમાન બિન મોહમદ અલ ઓવાઇસ એ દેશમાં પ્રથમ કોરોના વેકસીન લીધેલ છે. " ધ જાબ- the jab" નામની આ કોવિડ ૧૯ની આ રસી ચાઈનીઝ ડ્રગ ઉત્પાદક કંપની સીનોફાર્મ દ્વારા બનાવવામાં આવી છે અને યુનાઈટેડ આરબ અમિરાતના હજારો સ્વયંસેવકો એ તેના ટેસ્ટિંગ  માટે સેવા આપી છે.

યુએઈના આરોગ્ય પ્રધાનને કોરોનાવાયરસથી લોકોને બચાવવા માટે રચાયેલ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. અબ્દુલરહમાન અલ ઓવૈસને 'જાબ' નો ડોઝ આપવામાં આવ્યો હતો જે યુએઈ અને ચીન વચ્ચેના પરીક્ષણ ઓપરેશનમાં વિકસિત થયો હતો. અધિકારીઓએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે, વ્યાપક પરીક્ષણોથી જાણવા મળ્યું છે કે કોઈપણ વ્યક્તિમાં કોવિડ -19 ના વિકાસને અટકાવવામાં રસી સલામત અને અસરકારક સાબિત થઈ છે.

આ રસી એન્ટિબોડીઝ ઉત્પન્ન કરતું હોવાનું જાણવા મળ્યું છે જે વાયરસ સામે લડે છે. કોરોના વાયરસે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 30 મિલિયનથી વધુ લોકોને ચેપ લગાડ્યો છે અને આના થકી અત્યાર સુધીમાં 950,000 મૃત્યુ નિપજ્યા છે. શરૂઆતમાં આ રસી ઇમરજન્સી કેસોમાં ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવશે તેમ જાણવા મળે છે.

(12:00 am IST)