Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

અમિતાભ બચ્ચનની 'ઝુંડ'ની રિલીઝ પર કોર્ટે રોક લગાવી :કોપીરાઈટના ઉલ્લંઘનનો આરોપ

ફિલ્મને કોઈપણ ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવા પર પાબંધી

નવી દિલ્હી : અમિતાભ બચ્ચનની ફિલ્મ ઝુંડ ની રિલીઝ પર રંગા રેડ્ડી જિલ્લાની કુકટપલ્લી કોર્ટે સ્ટે આપ્યો છે. ફિલ્મ પર કોપી રાઈટના ઉલ્લંઘનનો આરોપ છે. કોર્ટે કહ્યું છે કે આ ફિલ્મ કોઈ પણ ઓટીટી પ્લેટફોર્મ પર લાવવી ન જોઇએ.

   આ ફિલ્મનું દિગ્દર્શન નાગરાજ મંજુલેએ કર્યું છે. તેલંગાણાના મિયાપુરમાં અધિક જિલ્લા ન્યાયાધીશ રંગા રેડ્ડીની કોર્ટમાં હૈદરાબાદ સ્થિત સ્વતંત્ર ફિલ્મ નિર્માતા નંદી ચિન્ની કુમારે દાવો કર્યો હતો. તેણે ફિલ્મ પર કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ મૂક્યો હતો, જેને ચુકાદો આપતી વખતે કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે.
  ખરેખર ઝુંડની વાર્તા 'સ્લમ સોકર ફાઉન્ડેશન' ના સ્થાપક અને કોચ વિજય બુર્સેની વાર્તા પર આધારિત છે. તે ઝૂંપડપટ્ટીના  સોકર બનનાર અખિલેશ પોલના પણ કોચ હતા  અખિલેશ પૌલ વિના વિજયની વાર્તા શક્ય નથી અને તેના અધિકારો નંદી ચિન્ની કુમાર પાસે છે.

  નંદિના કહેવા મુજબ, 2017 માં, તેણે ઝૂંપડપટ્ટી સોકર ખેલાડી અખિલેશ પૌલના જીવન પર ફિલ્મ બનાવવાનો અધિકાર ખરીદ્યો. અખિલેશનો જન્મ નાગપુરની એક ટાઉનશીપમાં થયો હતો અને તે ડ્રગ્સનો વ્યસની હતો, પરંતુ તેને ફૂટબોલમાં ગહન રસ હતો. પોતાની મહેનત અને જુસ્સાના જોરે, તે હોમલેસ વર્લ્ડ કપમાં ભારતનો કેપ્ટન બન્યો.

(10:46 am IST)