Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

કૃષિ બિલ રાજ્યસભામાં રજૂ થતા જ ખેડૂતોનું જીવન સ્‍તર ઉંચુ આવવાની અપેક્ષા જતાવતા કેન્‍દરીય કૃષિમંત્રી તોમર

બીલને લઇને હાલ દેશમાં વિરોધ પ્રદર્શનો યોજાઇ રહ્યા છે ત્‍યારે હવે આગળશું થશે તે તો સમય જ કહેશે

નવી દિલ્હી: કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રવિવારના રાજ્યસભામાં કૃષિ બિલ રજૂ કરતા કહ્યું કે, આ બિલથી ખેડૂતોનું જીવન સ્તર સુધરશે. તોમરે કહ્યું કે, પાક માટે MSP જારી રહેશે. બીજી તરફ વિપક્ષી પાર્ટીએ બિલને સેલેક્ટ કમિટિમાં મોકલવાની માંગ કરી છે. દેશભરમાં બિલને લઇને સતત વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યું છે.

245 સભ્યોની રાજ્યસભામાં ભાજપના નેતૃત્વ હેઠળની NDA પાસે સ્પષ્ટ બહુમતી નથી, પરંતુ છેલ્લા કેટલાક સત્રોમાં અનેક પ્રાદેશિક પક્ષોએ સરકારને ટેકો આપ્યો છે. રાજ્યસભામાં બહુમતીનો આંકડો હવે 122 છે. ભાજપનો દાવો છે કે તેની પાસે 130 સાંસદ છે.

ભાજપના AIADMKના 9 સાંસદો, ટીઆરએસના 7, વાઈએસઆર કોંગ્રેસના 6, શિવસેનાના 3, બીજૂ જનતા દળના 9 અને ટીડીપીના 1 સાંસદના સમર્થનનો વિશ્વાસ છે. રાજ્યસભામાં ભાજપના 86 સાંસદ છે. રાજ્યસભામાં ભલે સરકાર પાસે બહુમત નથી પરંતુ વિપક્ષમાં પણ એકજૂટતા નથી, જેનો ફાયદો સરકારને મળી શકે છે.

(11:37 am IST)