Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

શું તમે જાણો છો અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા : આવી છે અમેરિકન રાષ્ટ્રતિની વહીવટી પ્રક્રિયા વાંચો ફટાફટ

વૉશિંગ્ટન, : અમેરીકાની રાજનીતિમાં હાલ ચૂંટણીનો રંગ જામ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન એકબીજા વિરુદ્ધ નિશાન સાધવાની કોઈ તક છોડતા નથી. અમેરીકાના રાષ્ટ્રપતિની ચૂંટણી પર દુનિયાની નજર રહેલી હોય છે કારણ કે અમેરીકાના રાષ્ટ્રપતિનો વૈશ્વિક સ્તરે ગહેરો પ્રભાવ હોય છે, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સંકટ જેમ કે યુદ્ધ, વૈશ્વિક મહામારી અને જળવાયુ પરિવર્તનની સ્થિતિમાં. અમેરીકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નવેમ્બરના પહેલા સોમવાર બાદ આવતા પહેલા મંગળવારે યોજવામાં આવે છે. આ વર્ષે આ ચૂંટણી 3 નવેમ્બરે યોજાશે.

અમેરીકામાં બે પાર્ટી સિસ્ટમ હોય છે અને રાષ્ટ્રપતિ આ બે પાર્ટીઓમાંથી જ કોઈ એક હોય છે. રિપબ્લિકન કન્જર્વેટિવ પાર્ટી હોય છે અને આ વર્ષે પણ તેના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ છે. તેને ગ્રાંડ ઓલ્ડ પાર્ટી પણ કહેવામાં આવે છે. હાલના વર્ષોમાં તેણે ઓછો ટેક્સ, હથિયારના અધિકાર અને ઈમિગ્રેશન પર પ્રતિબંધના મુદ્દે ધ્યાન આપ્યું છે. આ પહેલાં જ્યોર્જ બુશ, રોનલ્ડ રીગન અને રિચર્ડ નિક્સન રિપબ્લિકન રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે.

જ્યારે બીજા ડેમોક્રેટ લિબરલ પાર્ટી છે અને તેના ઉમેદવાર જો બાઈડેન છે. ડેમોક્રેટ સિવિલ રાઈટ્સ, ઈમિગ્રેશન અને જળવાયુ પરિવર્તનના મુદ્દાઓ પર ધ્યાન આપે છે. ડેમોક્રેટનું માનવું છે કે, સરકારની ભૂમિકા લોકોને વીમો આપવા જેવા કામથી જોડાયેલી હોય છે. જોન એફ કેનેડી અને બરાક ઓબામા ડેમોક્રેટ રાષ્ટ્રપતિ રહી ચુક્યા છે.

અમેરીકામાં જે ઉમેદવારને વધારે મત મળે છે તેની જીત થાય તે નક્કી હોય છે. ઉમેદવાર ઈલેક્ટોરલ કોલેજના વોટને જીતવાની કોશિશ કરે છે. દરેક સ્ટેટને તેની વસ્તીના આધારે ઈલેક્ટોરલ કોલેજ મળે છે. તેની કુલ સંખ્યા 538 હોય છે અને તે જીતનારા ઉમેદવારે 270 કે તેનાથી વધારે મત મેળવવાના હોય છે. એટલે કે જ્યારે લોકો મત આપે છે તો તેઓ દેશના રાષ્ટ્રપતિ નહી પોતાના સ્ટેટના પ્રતિનિધિને પસંદ કરી રહ્યાં હોય છે. આ વર્ષે હાઉસની 435 સીટો અને સેનેટની 33 સીટો પર ઉમેદવાર કિસ્મત અજમાવશે.

અમેરીકાના 18 વર્ષથી ઉપરના નાગરિક રાષ્ટ્રપતિ પદ માટે મત આપી શકે છે. ઘણાં રાજ્યોએ એવો નિયમ બનાવ્યા છે કે મતદારોએ ઓળખ બતાવવી પડે છે. રિપબ્લિકન પાર્ટીનું કહેવું છે કે મતદાનના ફ્રોડથી બચવા માટે આવું કરવાની જરૂર છે. જ્યારે ડેમોક્રેટ્સનું કહેવું છે કે આવી સ્થિતિમાં એ લોકો મત આપવાથી વંચિત રહી જાય છે કે જેની પાસે કોઈ ઓળખ પત્ર નથી.

મોટાભાગે તો મત પોલિંગ સ્ટેશનો પર જ આપવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે તેમાં ફેરફાર જોવા મળી શકે છે. વર્ષ 2016ની ચૂંટણીમાં જ 21% મતદારો પોસ્ટથી મત આપ્યો હતો. આ વખતે પણ આવું જોવા મળી શકે છે. મોટાભાગના નેતા પોસ્ટલ બેલેટના ઉપયોગ માટે કહી રહ્યાં છે પરંતુ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવું છે કે તેનાથી ફ્રોડની સંભાવના વધારે છે.

સામાન્ય રીતે દરેક મત ગણાવામાં ઘણાં દિવસો લાગી જાય છે પરંતુ કોણ જીતશે તેનો અંદાજો ચૂંટણીના આગલા દિવસે જ લાગી જાય છે. આ વર્ષ આ સમય વધી શકે છે કારણ કે કોરોના વાઈરસની કારણે પોસ્ટ બેલેટની સંખ્યા વધવા અને ગણવામાં સમય લાગશે. નવી રાષ્ટ્રપતિને ચાર વર્ષના કાર્યકાળ માટે પદની શપથ 20 જાન્યુઆરીએ અપાવવામાં આવશે. આ સમારોહને Inauguration કહેવામાં આવે છે જે વોશિગ્ટન ડીસીના Capitol ઈમારતમાં યોજાય છે.

(3:01 pm IST)
  • ગોંડલમાં છ વાગ્યાથી સાંજના 8 સુધી 70મીમી વરસાદ પડ્યો access_time 9:37 pm IST

  • મેઘાલયમાં ભૂકંપ : મેઘાલયમાં 'તુરા'થી ૮૦ કિલોમીટર ઉત્તર તરફ ૩.૮ રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો આવ્યો છે. access_time 10:37 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે રાહત : સતત બીજાદિવસે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ : રિકવરી રેઈટ 80 ટકા નજીક પહોંચ્યો : રાત્રે 1`2 વાગ્યા સુધીમાં નવા 86,989 પોઝિટિવ કેસ નોંધાયા :10,09,238 એક્ટીવ કેસ :વધુ 90,606 લોકો સાજા થતા કુલ 42,95,946 રિકવર થયા : વધુ 1070 લોકોના મોત સાથે મૃત્યુઆંક 86,704 થયો access_time 1:06 am IST