Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

જમ્‍મુ-કાશ્‍મીરમાં હથિયાર લેવા આવેલા ૩ આતંકીઓને સુરક્ષા દળોએ ઝડપી લીધા

આંતકી વિરૂધ્‍ધની ઝુબેશમાં સુરક્ષાદળોને વધુ એક સફળતા મળી

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળો સતત આંતકીઓ પર કાર્યવાહી કરીને તેમના નાપાક ઇરાદોઓને નિસ્તો નાબૂદ કરી રહ્યા છે. આમાં સેનાના હાથમાં વધુ એક સફળતા લાગી છે. સેનાએ આંતકીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરી 3 આંતકીઓને પકડી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે આતંકીઓ પ્રવૃત્તિઓ વધારવા દરેક કામ કરવામાં પાછી પાની નથી કરતો. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે કાશ્મીરમાં ડ્રોન દ્વારા આંતકવાદીઓને હથિયાર પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ડ્રોન દ્વારા હથિયાર મોકલવાના મામલે કાશ્મીરની રાજૌરી પોલીસે ત્રણ આંતકીઓની ધરપકડ કરી છે. આ આંતકી ડ્રૉનથી પાડવામાં આવેલા હથિયાર અને ડ્રગ્સ લેવા આવ્યા હતા. અને તે લશ્કર એ તૈયબા સાથે જોડાયેલા હતા.

ડીજીપી દિલબાગ સિંહ જણાવ્યું કે ડ્રોન દ્વારા આ આંતકીઓ હથિળા અને ગોળા બારુદ લેવા આવ્યા હતા. તેવું જાણવા મળ્યું છે આ ત્રણેય આંતકીઓ દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના રહેવાસી છે. પોલીસ હાલ આ મામલે પુછપરછ કરી રહી છે. તેવી આશંકા છે રાજૌરી અને શૈપિયામાં સક્રિય લશ્કરનું નેટર્વક છે. જેના કારણે આ જાણકારી મળે છે.જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં સેનાએ શુક્રવારે નિયંત્રણ રેખાની પાસે સંધર્ષ વિરામના ઉલ્લંધન વખતે પાકિસ્તાની સેનાની તરફથી નાંખવામાં આવેલા મોર્ટારમાંથી 4 ન ફાટેલા મોર્ટાર વિષે જાણકારી મેળવીને તેને નષ્ટ કરવામાં આવ્યા હતા

(3:46 pm IST)