Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

WHO નો પ્રાચીન દવાઓમાં કોરોનાની સારવાર શોધવાનો નિર્ણય : હર્બન મેડીશીન ટ્રાયલ માટે હકારાત્‍મક વલણ

નવી દિલ્હી  : કોરોના વાયરસ મહામારીને લઇને હવે નવી શોધ તરફ નજર દોડાવીને WHO પ્રાચીન દવાઓમાં કોરોનાની સારવાર મળી શકે કેમ તે તરફ નજર દોડાવી સંશોધન માટે આગળ વધવા વિચારણા હાથ ધરી છે.

 

WHOએ આ બિમારી સામે લડવા માટે પ્રાચીન દવાઓના ઉપયોગનો મુદ્દો ઉઠાવ્યો છે. પૂર્વ આફ્રીકાના દેશ મદાગાસ્કરના રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોએલિના દ્વારા મલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતા એક ઔષધીય વનસ્પતિ આર્ટમીસિયામાંથી બનાવેલા પીણાને પ્રોત્સાહન આપ્યાના લગભગ એક મહિના પછી આ વાત કરવામાં આવી છે.

એન્ડ્રી રાજોએલિના જે કોવિડ ઓર્ગેનિક ડ્રિંકને પ્રોત્સાહન કરી રહ્યા છે, તેને CVO તરીકે પણ ઓળખાય છે. રાજોએલીનાએ તેને કોવિડ -19 ની સારવારમાં ઉપયોગી ગણાવ્યું છે. હવે મેડાગાસ્કર સિવાય આ પીણાઓ આફ્રિકાના અન્ય દેશોમાં પણ લઈ જવામાં આવી રહ્યા છે.

WHOના નિષ્ણાતો અને અન્ય બે સંસ્થાઓના સાથીદારોએ આફ્રિકન હર્બલ દવાઓના ક્લિનિકલ ટ્રાયલના ત્રીજા તબક્કા માટે આ પ્રોટોકોલને ટેકો આપ્યો છે. આ નવા તબીબી ઉત્પાદનની અસરકારકતા અને સલામતી તપાસવા માટે ટ્રાયલનો ત્રીજો તબક્કો ખૂબ નિર્ણાયક રહેશે.

WHOના રિજનલ ડાયરેક્ટર પ્રોસ્પર તુમુસિમે જણાવ્યું કે જો પ્રાચીન તબીબી ઉત્પાદન સલામતી, અસરકારકતા અને ગુણવત્તાના ધોરણને પૂર્ણ કરે છે, તો WHO તેના ઝડપી ટ્રેક અને મોટા પાયે બાંધકામની ભલામણ કરશે. આફ્રિકા સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન અને અફ્રીકન યૂનિયન કમીશન ફોર સોશિયલ અફેર તેમાં WHOનાં ભાગીદારો છે.

તુમુસિમે જણાવ્યું કે પશ્ચિમ આફ્રિકામાં ઇબોલાની જેમ કોવિડ -19 ફાટી નીકળવાના કારણે મજબૂત આરોગ્ય પ્રણાલીની જરૂરિયાત અનુભવાઈ છે. આને ધ્યાનમાં રાખીને, પ્રાચીન દવાઓ સહિતના તમામ સંશોધન અને વિકાસ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

 

(4:45 pm IST)