Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

" યુ.પી.એસ.સી. જેહાદ " : સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ મામલે સુદર્શન ટી.વી.એ આ અગાઉ એન.ડી.ટી.વી. ઉપર દર્શાવાયેલા " હિન્દૂ ભગવા આતંકવાદ " થી વ્યથિત થયાની યાદ આપી : પોતે કોઈની લાગણી નહીં દુભાવે અને કાયદાના પાલન સાથે બાકીના શો દર્શાવશે તેવી ખાતરી આપતી એફિડેવિટ રજૂ કરી

ન્યુદિલ્હી : સુદર્શન ટી.વી.ઉપર દર્શાવાતા " યુ.પી.એસ.સી. જેહાદ " શો માં મુસ્લિમો ની લાગણી દુભાવાઈ રહી હોવાની પિટિશન કરાતા સુપ્રીમ કોર્ટએ તેના ઉપર કામચલાઉ રોક મૂકી છે.તથા તેની સુનાવણી શરૂ કરી છે.
સુનાવણી અંતર્ગત સુદર્શન ટી.વી.ના એડવોકેટે કરેલી દલીલ મુજબ યુ.પી.એસ.સી.પરીક્ષા માટે મુસ્લિમ સ્ટુડન્ટ્સને કોચિંગ આપતી સંસ્થા આતંકવાદીઓ સાથે સંકળાયેલા ટ્રસ્ટ પાસેથી ફંડ મેળવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.જેના અનુસંધાનમાં પિટિશનરના એડવોકેટે તમામ મુસ્લિમ સ્ટુડન્ટ્સ કે મુસ્લિમ  કોમ સામે ધિક્કાર ફેલાવાઈ રહ્યો હોવાની દલીલ કરી હતી.તેથી નામદાર કોર્ટની ખંડપીઠે કોઈ ચોક્કસ કોમ ને ટાર્ગેટ ન બનાવવી જોઈએ તેમ જણાવ્યું હતું.
આગળ ચાલેલી સુનાવણી અંતર્ગત સુદર્શન ટી.વી.ના એડિટર ઈન ચીફ સુરેશ ચાહંકે આ અગાઉ 2008 તથા 2010 ની સાલમાં બરખા દત્તની એન્કરશીપ હેઠળ  એન.ડી.ટી.વી. ઉપર ' હિન્દૂ ટેરર મીથ  ઓર ફેક્ટ ' તથા  ' હિન્દૂ ભાગવા આતંકવાદ 'વિષે રજૂ કરેલા 2 એપિસોડ યાદ કરી વ્યથા વ્યક્ત કરી હતી.તથા સાથોસાથ પોતે આગામી બાકી રહેલા 6 શો માં કોઈની લાગણી દુભાય તેવા સંવાદ આવવા નહીં દયે અને કાયદાનું પાલન કરશે તેવી એફિડેવિટ રજૂ કરી હતી.
આગામી સુનાવણી આવતીકાલ 21 સપ્ટેમ્બરના રોજ બપોરે 2 વાગ્યે થશે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:42 pm IST)