Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

કેન્દ્ર સરકારે આજે વિરોધ વચ્ચે ત્રણે ત્રણ બિલ લોકસભામાં રજૂ કર્યા

ત્રણેય બિલ શ્રમિકોને લગતા કાયદામાં સુધારાને લગતા છે.

નવી દિલ્હી : લોકસભા સત્રમાં ભારે અફડાતફડી અને વિરોધ વચ્ચે સરકારે ત્રણ શ્રમ બિલ લોકસભામાં રજૂ કર્યા છે.

     મળતી વિગતો મુજબ.. શ્રમ મંત્રીએ વ્યવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય અને કાર્યની સ્થિતિ કોડ 2020, ઔદ્યોગિક સંબંધ કોડ 2020 અને કોડ ઑન સોશિયલ સિક્યોરિટી 2020 રજૂ કર્યાં છે. તેમણે પાછલા વર્ષે રજૂ કરાયેલ ત્રણેય બિલને પરત લાવ્યા અને ત્રણેય નવા બિલ રજૂ કર્યાં. મંત્રી મુજબ 29થી વધુ શ્રમ કાનૂનોને ચાર સંહિતાઓમાં ભેળવી દેવામાં આવ્યા છે અને તેમાંથી એકને પહેલેથી જ પાસ કરાવી દેવામાં આવ્યું છે.

(7:05 pm IST)