Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

અતીક અહેમદને નહીં મળી શકે અસદુદ્દીન ઓવૈસી તંત્રએ કહ્યુ - માત્ર પરિજનોને જ મળવાની પરવાનગી

અતીક અહેમદ સાથે ઓવૈસીની મુલાકાત પર સાબરમતી જેલ વહીવટીતંત્રએ સ્પષ્ટ ઈનકાર કરી દીધો

ઑલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસી ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગેલા છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખતા આજે ઓવૈસી ગુજરાતમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ડોન અતીક અહેમદ સાથે મુલાકાત કરવાના હતા પરંતુ જેલ વહીવટીતંત્રએ ઓવૈસી સાથે મુલાકાત કરવાની પરવાનગી આપી નથી.

અસદુદ્દીન ઓવૈસી આજે ગુજરાત પ્રવાસ પર જવાના છે. પ્રવાસ પર ગયા પહેલા તેમણે કહ્યુ કે તેઓ સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદ સાથે પણ મુલાકાત કરશે પરંતુ અતીક અહેમદ સાથે તેમની મુલારાત કરવા પર સાબરમતી જેલ વહીવટીતંત્રએ સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. જેલ વહીવટીતંત્રનુ કહેવુ છે કે અતીકને માત્ર તેમના પરિજન અથવા સંબંધીઓ જ મળી શકે છે, ઓવૈસીને મુલાકાતની પરવાનગી આપવામાં આવશે નહીં.

 

આ મહિને સાત સપ્ટેમ્બરે અતીક અહેમદની પત્ની શાઈસ્તા પરવીન ઓવૈસીની પાર્ટીમાં સામેલ થયા હતા. શાઈસ્તા પરવીને AIMIM પ્રયાગરાજ પશ્ચિમ બેઠક પરથી ઉમેદવાર બની શકે છે.

અગાઉ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યુ હતુ કે અમારી પાર્ટી આ વખતે 100 બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. તેમણે કહ્યુ કે અમારો હેતુ રાજ્યના મુસલમાનોને સશક્ત બનાવવાનો છે. ઓવૈસીનો દાવો છે કે રાજ્યમાં મુસલમાનોને સરકારી યોજનાઓનો પૂરો લાભ મળી શકતો નથી.

(12:11 pm IST)