Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

દિવ્યાંગ લોકો માટે ડોર ટુ ડોર કોવિદ રસી આપવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો : સોલિસિટર જનરલ તુષાર મહેતાની પણ મદદ માંગી : બે સપ્તાહમાં જવાબ આપવા અનુરોધ કર્યો

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાનીવાળી બેન્ચે આજરોજ સોમવારે દિવ્યાંગો માટે કોવિડ -19 સામે ડોર-ટુ-ડોર, અગ્રતા રસીકરણની અરજી પર કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો હતો.

આ અરજી વિકલાંગોના અધિકારો સાથે સંકળાયેલા નોંધપાત્ર પ્રશ્નો ઉભા કરે છે. અમે ભારત સંઘને નોટિસ પાઠવીએ છીએ. અમે વિદ્વાન એસજી તુષાર મહેતાને વિનંતી કરીશું કે તેઓ પગલાં લેવા અને અરજદારોની ચિંતાઓ દૂર કરવા માટે લેવામાં આવતા પગલાં અંગે અમને મદદ કરે. યાદી. જે અંગે 2 અઠવાડિયા પછી અમને જાણ કરે તેવો અનુરોધ કર્યો છે.

અરજદારે કોર્ટને તમામ રાજ્યોને પણ નોટિસ જારી કરવાની વિનંતી કરી હતી પરંતુ કોર્ટે જણાવ્યું હતું કે જો અમે રાજ્યોને નોટિસ જારી કરીએ તો તેમાં 2 મહિનાનો સમય લાગશે. ત્યાર પહેલા કેન્દ્રનું વલણ શું છે તે જાણી લઈએ તેવી નામદાર કોર્ટે ટિપ્પણી કરી હતી.

એનજીઓ એવરા ફાઉન્ડેશને કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે દિવ્યાંગ વ્યક્તિઓ સ્વચ્છતાના પગલાંનું પાલન કરવામાં, સામાજિક અંતરના ધોરણો ,આરોગ્ય સહિતની  બાબતોને કારણે મુશ્કેલીઓનો સામનો કરે છે. તથા  COVID-19 સંક્રમિત થવાનું વધુ જોખમ ધરાવે છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:13 pm IST)