Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

બાળવિવાહ કેસમાં છોકરી ૧૮ વર્ષની ઉંમર સુધી અરજી ન કરે તો લગ્ન કાયદેસર માનવામાં આવશેઃ હાઇકોર્ટ

આ દંપતીએ ગયા વર્ષે ૨૨ જૂને લુધિયાણા ફેમિલી કોર્ટમાં તેમના લગ્ન સમાપ્ત કરવા માટે અરજી કરી હતી

ચંદીગઢ, તા.૨૦: પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે કહ્યું છે કે, ૧૮ વર્ષની ઉંમર પહેલા પરણિત સગીર  છોકરી છૂટાછેડાના હુકમનામાથી અલગ થવાની માંગ કરી શકે છે. જોકે, છોકરીએ ૧૮ વર્ષની ઉંમરે અરજી દ્વારા લગ્નને અમાન્ય જાહેર કર્યું હોય તો આવું થશે નહીં. જસ્ટિસ રિતુ બહરી અને જસ્ટિસ અરુણ મોંગાની ખંડપીઠે આ નિર્ણય લુધિયાણા ફેમિલી કોર્ટના આદેશ, જેમા દંપતીને પરસ્પર મરજીથી છૂટાછેડા આપવાનો ઇનકાર કર્યોને રદબાતલ કરતી વખતે આ નિર્ણય આપ્યો હતો.

આ કેસની વાત કરીએ તો, પુરુષે ત્યારે જ લગ્ન કર્યા જયારે પત્ની સગીર હતી. લુધિયાણા ફેમિલી કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, દંપતીના લગ્ન માન્ય નથી કારણ કે લગ્ન સમયે પત્નીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હતી. બીજી તરફ, હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, લગ્ન સમયે પત્ની ૧૭ વર્ષ, ૬ મહિના અને ૮ દિવસની હતી અને લગ્ન રદબાતલ જાહેર કરવા માટે તેના દ્વારા કોઈ અરજી દાખલ કરવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં, જો હિન્દુ મેરેજ એકટ, ૧૯૫૫દ્ગક કલમ ૧૩-ગ્ હેઠળ છૂટાછેડા માટેની અરજી દાખલ કરવામાં આવી હોય તો છૂટાછેડાને મંજૂરી આપવી જોઈતી હતી. લુધિયાણાના દંપતીએ ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૯દ્ગક્ન રોજ લગ્ન કર્યા હતા. તે સમયે તે પુરુષ લગભગ ૨૩ વર્ષનો હતો. લગ્નના એક વર્ષ પછી તેમને એક બાળક પણ હતું.

આ દંપતીએ ગયા વર્ષે ૨૨ જૂને લુધિયાણા ફેમિલી કોર્ટમાં તેમના લગ્ન સમાપ્ત કરવા માટે અરજી કરી હતી. અરજીને ફગાવી દેતા, ફેમિલી કોર્ટે હિન્દુ મેરેજ એકટ, ૧૯૫૫ ની કલમ ૫ (iii) નો ઉલ્લેખ કર્યો છે, જેના હેઠળ લગ્નને કાયદેસર માન્ય ગણવા માટે કન્યાની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. જોકે, હાઈકોર્ટે જોયું કે ફેમિલી કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને ટાંકીને અરજીને ખોટી રીતે ફગાવી દીધી હતી. કોર્ટના જણાવ્યા અનુસાર, બંને પક્ષોએ હિંદુ લગ્ન અધિનિયમ, ૧૯૫૫ ની કલમ ૧૩ (૨) (iv) મુજબ તેમના લગ્ન રદ કરવા જોઈએ.

મદ્રાસ અને દિલ્હી હાઇકોર્ટના ચુકાદાઓ મુજબ, કલમ ૧૩ (૨) (iv) હેઠળ લગ્ન રદ કરવાની અરજી માત્ર ત્યારે જ દાખલ કરી શકાય છે જયારે છોકરી ૧૫ વર્ષની ઉંમરે લગ્ન કરે અને ૧૮ વર્ષની ઉંમર થાય તે પહેલા ફરી વર્ષો. માત્ર તેણે લગ્ન રદ કરવા માટે અરજી કરી છે. આ કિસ્સામાં લગ્ન સમયે છોકરીની ઉંમર ૧૭ વર્ષથી વધુ હતી અને જયારે તે વયસ્ક થઇ ત્યારે તેણે તેના લગ્નને અમાન્ય જાહેર કરવાની અરજી દાખલ કરી ન હતી. આવી સ્થિતિમાં પરસ્પર સંમતિથી લગ્ન સમાપ્ત કરવા અરજી દાખલ કરવાની પરવાનગી આપવાની હતી.

(3:59 pm IST)