Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

વોડાફોન- આઈડીયાના સવારે નેટ બંધ થઈ ગયા

યુઝર્સને હાલાકીનો સામનો કરવો પડયોઃ ઓનલાઈન કામ કરતાં નોકરીયાતો અને અભ્યાસ કરતા બાળકોને હાલાકી

રાજકોટઃ દિગ્ગજ ટેલિકોમ કંપની વોડાફોન- આઈડીયાના લાખો યુઝર્સને  હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.  ગઈકાલ સાંજે અને આજે સવારે પણ ઈન્ટરનેટ સર્વિસ બંધ થઈ જતાં લાખો યુઝર્સ ઈન્ટરનેટ સર્વિસ વિહોણા થઈ ગયા હતા. વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું હોવાથી અનેક નોકરિયાત વર્ગને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

હાલ કરજ હેઠળ ડૂબેલી વોડાફોન-આઈડિયા કંપનીએ હજુ ગઈકાલે જ દાવો કર્યો હતો કે, તેણે પુણેમાં ૫જી ટ્રાયલ દરમિયાન ૩.૭ ગીગાબિટ પ્રતિ સેકન્ડની સૌથી વધુ ઝડપ હાંસલ કરી છે, જે ભારતના કોઈપણ ટેલિકોમ સર્વિસ -ોવાઇડર દ્વારા સૌથી ઝડપી હાંસલ કરવામાં આવી છે.કંપનીએ ગાંધીનગર અને પુણેમાં મિડ-બેન્ડ સ્પેકટ્રમમાં 1.5 Gbps ડાઉનલોડ સ્પીડ રેકોર્ડ કરવાનો દાવો પણ કર્યો હતો.

દરમિયાન ગઈકાલે સાંજે પણ વોડાફોન- આઈડીયાના યુઝર્સનું ઈન્ટરનેટ બંધ થઈ ગયું હતું. આજે સવારે પણ આજ તકલીફ સર્જાઈ હતી. દેશભરમાં આ સેવા બંધ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. લાખો યુઝર્સની ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

(4:02 pm IST)