Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ફેબ્રુઆરીમાં કોરોના નાબૂદ થશે કે દેશની અડધી વસ્તી ઝપટમાં આવશે ? : બે પેનલના વિરોધાભાસી રિપોર્ટ

સીરો સરવે મુજબ સપ્ટેમ્બર સુધી 14 ટકા વસતી સંક્રમિત થઇ ગઇ હતી. પરંતુ પેનલ મુજબ આ આંકડો આશરે 30 ટકા છે.

નવી દિલ્હી : દેશમાં આગામી ફેબ્રુઆરીએ કોરોના મહામારી ખતમ થશે કે વધી જશે? અંગે સરકારની બે પેનલોનો વિરોધાભાષી રિપોર્ટ આવ્યો છે. એક કહે છે કે દેશમાં ફેબ્રુઆરીમાં કોરોના નાબૂદ થઇ જશે તો, બીજી પેનલ કહે છે કે દેશની અડધી વસતી કોરોનાની ચપેટમાં હશે. હવે સાચું શું એ બાબતે મૂંઝવણ વધી છે .

IIT- હૈદરાબાદના પ્રોફેસર એમ વિદ્યાસાગરના વડપણ હેઠળ રચાયેલી સરકારી કમિટીએ રવિવારે મોડેથઈ કહ્યું હતું કે દેશમાં ફેબ્રુઆરી(Corona February)માં કોરોનાની અસર સમાપ્ત થઇ શકે છે. સમિતિએ પોતાના મેપ આધારિત મોડલનો ઉપયોગ કરતાં દાવો કર્યો છે કે ભારતમાં સપ્ટેમ્બરની મધ્યમાં કોરોનાનો પીક પસાર થઈ ચૂક્યો છે.

હવે IIT-કાનપુરના પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે સોમવારે જણાવ્યું છે કે ફેબ્રુઆરી 2021 સુધી દેશની અડધી વસતી એટલે કે 65 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા હશે. પ્રો. મણિન્દ્ર ભારત સરકાર દ્વારા રચવામાં આવેલી નિષ્ણાતોની પેનલના સભ્ય છે. જોકે પેનલનું એ પણ કહેવું છે કે આટલી મોટી વસતી સંક્રમિત થવાથી કોરોના મહામારીની ઝડપમાં ઘટાડો થવામાં મદદ મળશે.

 ભારતમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના કુલ કેસ 75.5 લાખને પાર કરી ગયા છે. આ મામલે આપણે વિશ્વમાં માત્ર અમેરિકાથી પાછળ છીએ. જો કે દેશમાં સપ્ટેમ્બર બાદ કોરોનાના રોજના નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 1 મહિનામાં રોજ કોરોનાના નવા સરેરાશ કેસ 61 હજારથી વધુ જોવા મળી રહ્યા છે. February

સરકારી પેનલના સભ્ય અને IIT-કાનપુરના પ્રોફેસર મણિન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે,અમારી સ્ટેટિસ્ટિક્સ મોડેલનો અંદાજ છે કે અત્યારે દેશની આશરે 30 ટકા વસતી સંક્રમિત થઇ ચૂકી છે. ફેબ્રુઆરી  સુધીમાં આંકડો 50 ટકા સુધી પહોંચી જશે.

પેનલ મુજબ સરકાર દ્વારા કરાયેલા સીરો સરવેમાં જે હદે સંક્રમણનો અંદાજ લગાવાયો છે, વાસ્તવમાં સંક્રમણનું સ્તર તેનાથી ઘણું વધારે થઇ શક્યું હોત. સીરો સરવે મુજબ સપ્ટેમ્બર સુધી 14 ટકા વસતી સંક્રમિત થઇ ગઇ હતી. પરંતુ પેનલ મુજબ આ આંકડો આશરે 30 ટકા છે.

સીરો સરવે અંગે પ્રો. અગ્રવાલનું કહેવું છે કે સેમ્પલિંગ અંગે ખામી હોઇ શકે છે. કારણે કે આટલી મોટી વસતીમાં સરવે માટે એક આદર્શ સેમ્પલ ચૂંટવાનું બહુ મુશ્કેલ થઇ શકે છે. સંભવ છે કે સીરો સરવેમાં ચોક્કસ સેમ્પલ લઇ શકાયા ન હોય.

(12:59 am IST)