Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

નાથદ્વારામાં ભાવિકો માટે દર્શનના દ્વાર ખુલ્યા

હાલમાં ફકત સ્થાનિકોને જ મંદિરમાં પ્રવેશઃ સરકારી નિયમોનું ચુસ્તપણે પાલન

નાથદ્વારાઃ આરાધ્ય ભગવાન શ્રીનાથજી મંદિરમાં લોકડાઉનમાં ગત માર્ચ મહિનામાં બંધ થઈ ગયેલા દર્શન સાત મહિના પછી ગઈકાલથી ફરી પાછુ ખુલ્લુ મુકવામાં આવેલ છે. હાલમાં સ્થાનિકોને જ દર્શન માટે સરકારી ગાઈડલાઈન મુજબ મંજુરી આપવામાં આવી છે.

મંદિરના રાકેશ મહારાજના જણાવ્યા અનુસાર પ્રથમ દિવસે રાજભોગ અને ઓમસાંઈ કાલ ભૈરવ આરતીની ઝાંખીની દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. પાસધારકોને જ દર્શનનો લાભ મળ્યો હતો.

થર્મલ મશીનથી ચેક કર્યા બાદ સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે જ ભાવિકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સેનેટાઈઝરની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. ભાવિકો માટે ૨૭ ઓકટોબકર સુધી દર્શનની વ્યવસ્થા રાખેલ છે.

(12:47 pm IST)