Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

અમદાવાદ પછી હવે રાજકોટ શહેર-જિલ્લામાં રાત્રિ કરફ્યુ લાદવા માટે ચાલી રહેલી વિચારણા, સાંજ સુધીમાં નિર્ણય આવી જશે: કલેકટર રેમ્યા મોહન: અમદાવાદના શ્યામલ ખાતે આવેલા ડી માર્ટ મોલમાં કોરોના વિસ્ફોટ, બે કલાકમાં ૨૫ કેસ, મોલ બંધ કરવો પડ્યો, લોકો શાકભાજી કરિયાણું દૂધ લેવા ઉમટી પડ્યા: રાજકોટ શહેર-જિલ્લામાં આજે સવાર સુધીમાં વધુ આઠનો કોરોનાએ ભોગ લીધો: રાજકોટમાં એન્ટીજન ટેસ્ટની કિટની અછત સર્જાઈ: રાજકોટમાં કોરોના કહેર આ યથાવત ચાલુ બપોર સુધીમાં નવા 37 કેસ નોંધાયા, સાંજ સુધીમાં કુલ આંકડો ૧૦,૦૦૦ને ટપી જશે: અમરેલી જિલ્લામાં શાંત પડેલા કોરોનાનો ફરી ફૂંફાળો, બે દિવસમાં ચાર મોત: તહેવારોમાં પાટનગર ગાંધીનગરમાં પણ કોરોનાએ ત્રાસ વર્તાવ્યો, ચાર દિવસમાં 41 ને ભરખી ગયો, ચિંતાજનક સ્થિતિ, પાંચ પત્રકારોને પણ કોરોના વળગ્યો: પામોલીનના ભાવો ભડકે બળે છે, all time high, નમકીન અને ફરસાણ વાળાઓની માઠી દશા, છૂટક અને જથ્થાબંધ ભાવમાં 10 થી 25 રૂપિયાનો કિલોએ ઉછાળો: રાજકોટથી અમદાવાદ જતી તમામ એસટી, એક્સપ્રેસ બસ અને volvo બપોરે ત્રણ વાગ્યાથી સોમવાર સુધી બંધ, અન્ય શહેરોમાંથી પણ અમદાવાદ જતી બસો હવે સોમવાર સુધી નહીં જાય: સમગ્ર અમદાવાદમાં ભારે ઉચાટ, આજે રાતથી 57 કલાકનો કરફ્યુ લાગુ થાય તે પહેલા દૂધ, શાકભાજી, અનાજ અને ફ્રુટની ખરીદી કરવા હજારો લોકો નીકળી પડ્યા: વિજયભાઈ રૂપાણીની સ્પષ્ટ જાહેરાત, ગુજરાતમાં lockdown નહીં લાદવામાં આવે, અફવાઓથી સાવધાન રહેજો, માત્ર અમદાવાદમાં weekend કરફ્યૂ લાગુ કરાયો છે, શાળાઓ ખોલવાનો નિર્ણય મોકૂફ, માસ્ક નહીં પહેરો તો ભારે દંડ: ગુજરાતમાં કોરોનાના દર્દીઓ માં ઉછાળો આવતા ઓક્સિજન વપરાશમાં મોટો વધારો થયો: 48 દિવસ પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો: અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં અંતિમ આંકડા જાહેર થઈ ગયા: ગાંધીનગરનું અક્ષરધામ મંદિર આજથી 23 નવેમ્બર સુધી બંધ રહેશે રાજકોટનું બાપ્સ સ્વામિનારાયણ મંદિર 30 નવેમ્બર સુધી બંધ રહેશે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી વધી, કચ્છમાં ૧૦.૪ ડિગ્રી, રાજકોટ ૧૩ ડીગ્રી, આબુમાં બે ડિગ્રી જેવું નીચું ઉષ્ણતામાન આ અને બીજા અનેક સમાચારો અકિલાના સંગાથે લાઈવ સાંભળો...

(1:06 pm IST)