Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

કોરોનાએ માથું ઉંચકતા ઠેરઠેર સાવચેતીના પગલા

કયાંક કફર્યુ તો કયાંક લોકડાઉનઃ કયાંક ભારે દંડ

દિલ્હીમાં માસ્ક નહીં પહેરવા પર ભારે દંડ : અમદાવાદમાં ૫૭ કલાક કર્ફ્યૂ લાગૂ : હરિયાણા, ઉત્ત્।રાખંડ, મિઝોરમ, હિમાચલ પ્રદેશમાં સ્કૂલો બંધ

નવી દિલ્હી, તા.૨૦: શું ફરી લોકડાફન થઈ રહ્યું છે. આ સવાલ લોકોના મોંઢા પર છે કેમ કે ગત કેટલાક દિવસોમાં એવા સંકેત મળી રહ્યા છે. કોરોનાના નવા કેસમાં ભલે દ્યટાડો નોંધાયી રહ્યો હોય પરંતુ કેટલીક જગ્યાઓ પર સ્થિતિ વધારે ગંભીર થઈ રહી છે. અહીં નવેમ્બરના મહિનામાં કેસ વધવા લાગ્યા છે. ત્યારે કડકાઈ જરુરી છે. ગુજરાતના અમદાવાદમાં શુક્રવાર રાતથી સોમવાર સવાર સુધી પૂર્ણ કર્ફ્યૂ લગાવી દેવાયો છે. દિલ્હીમાં સરકાર કડક વલણ અપનાવી રહી છે. કેટલાક રાજયોમાં સ્કૂલો બંધ છે. જેમાં હરિયાણા, ઉત્ત્।રાખંડ, મિઝોરમ, હિમાચલ પ્રદેશ જેવા રાજયોનો સામિલ છે. ત્યારે દેશ વ્યાપી નહીં પરંતુ સ્થાનીય સ્તર પર લોકડાઉનની શકયતાઓ વર્તાઈ રહી છે. કેન્ટોલમેન્ટ ઝોનમાં સંપૂર્ણ લોકડાઉન થઈ શકે છે પરંતુ મર્યાદિત વિસ્તારમાં.

અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતથી ૨૧ નવેમ્બર શનિવાર અને ૨૨ નવેમ્બર રવિવારે સુધી સંપૂર્ણ કર્ફ્યુ રહેશે. આવતીકાલે રાત્રે ૯ વાગ્યાથી સોમવાર સવાર ૬  સુધી સંપૂર્ણ બંધ રહેશે.  ૫૭ કલાક સુધી અમદાવાદ શહેરમાં સતત કર્ફ્યુ રહેશે. દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. અતિ આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે. રાજીવ ગુપ્તાએ ટ્વિટ કરીને લખ્યું કે, મોડીરાત્રે કોરોના પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠક બાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે આવતીકાલે રાત્રે ૯ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યે સુધી અમદાવાદ શહેરમાં શ્નઝ્રત્નઉંખજીડદ્બ કરફ્યુ' લગાવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન માત્ર દૂધ અને દવાઓ વેચતી દુકાનોને જ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવશે. તેમજ  રાજય સરકારે ૨૩ નવેમ્બરે માધ્યમિક સ્કૂલો અને કોલેજો ખોલવાના પોતાના નિર્ણય પર પ્રતિબંધ મુકયો છે.

દિલ્હીમાં માસ્ક નહીં પહેરવા પર ભારે દંડ

દિલ્હીમાં કોરોના બોમ વિસ્ફોટ બાદ સરકાર કડકાયીથી વર્તી રહી છે. સાર્વજનિક સ્થળો પર માસ્ક ન પહેરનારાઓ પાસે ૨ હજારનો દંડ વસૂલવાની જાહેરાત કરાઈ છે.  અત્યાર સુધી ૫૦૦ નો દંડ વસૂલાતો હતો. આ ઉપરાંત રાજય સરકારે કેન્દ્ર પાસે સ્થાનીય સ્તર પર બજારોમાં લોકડાઉનની પરવાનગી માંગી છે.  જોકે કેજરીવાલે સ્પષ્ટ કર્યુ છે કે આમાં આખી દિલ્હીમાં લોકડાઉન  કરવાનો ઈરાદો નથી. લગ્નમાં મહેમાનોની સંખ્યાં ૫૦૦થી ઘટાડી ૨૦૦ કરી નાંખી છે.

સ્કૂલો ખુલી પણ પાછી બંધ કરવી પડી

કેન્દ્ર સરકારે અનલોક હેઠળ પહેલા ૯થી ૧૨માં ધોરણ બાદમાં તમામ સ્કૂલો ખોલવાની પરવાનગી આપી હતી. કોલેજો અને યૂનિવર્સીટીને પણ પરવાનગી આપી છે. ત્યારે કેટલાક રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્કૂલો ખોલવામાં આવ્યા. જોકે કોરોનાના કેસ વધતા પાછા બંધ કરવામાં આવ્યા હતા. જેમાં  હરિયાણા, ઉત્ત્।રાખંડ, મિઝોરમ, હિમાચલ પ્રદેશ જેવા રાજયોનો સામિલ છે. ગુજરાતે સ્કૂલો ખોલવાનો નિર્ણય મોકુફ રાખ્યો છે.

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ફરી કોરોનાગ્રસ્તની સંખ્યામાં વધારો થયો છે. પ્રશાસને દુકાનદારોને એ જ ગ્રાહકોને સામાન વેચવાના નિર્દેશ આપ્યા છે જેમણે માસ્ક પહેર્યુ હોય. રાજયના અન્ય ભાગોની સાથે ભોપાલમાં પણ કેસ દ્યટતા લોકો બેદરકાર થઈ જતા સ્થિતિ વણસી હતી. હવે માસ્ક ન પહેરનારાઓ પાસે દંડ વસૂલવામાં આવે છે.

કેન્દ્રએ છુટ આપવા છતાં મહારાષ્ટ્ર સરકારે ૩૦ નવેમ્બર સુધી લોકડાઉન વધ્યું હતુ. એટલે કે અહીં અન્ય રાજયોની જેમ અનલોકિંગ નથી થયુ. પણ જે જરુરી અને સામાન્ય પ્રવૃત્ત્િ।ઓની છુટ આપવામાં આવી છે. માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં કડકાઈ વર્તવામાં આવી રહી છે. આ રીત સમગ્ર દેશમાં અપનાવવામાં આવી રહી છે. જયાં નવા કેસ આવી રહ્યા છે તેના ૫૦ મીટરના દાયરામાં આઈસોલેશનનો પ્રયાસ થઈ રહ્યો છે. ઘરે ઘરનું અવલોકન  કરવા અભિયાન ચલાવાઈ રહ્યું  છે.

(3:31 pm IST)