Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

પીલીભીતમાં નેશનલ હાઇવે-30 પર ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત: અન્ય 32 ઘાયલ

પિકઅપ વેનના ડ્રાઇવરને વહેલી સવારે ઝોકું આવી જતા બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં નેશનલ હાઇવે-30 પર ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. ઘટનાસ્થળ પર રહેલા લોકોના જણાવ્યાં અનુસાર પિકઅપ વેનના ડ્રાઇવરને વહેલી સવારે ઝોકું આવી જતા આ અકસ્માત સર્જાયો છે.

પિકઅપ વેનના ડ્રાઇવરેને ઝોકુ આવતી જતા ચાલતી બસને ટક્કર મારી દીધી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જેના કારણે બસ પલટી ગઇ. આ દૂર્ઘટનામાં બસમાં બેઠેલા 6 યાત્રીઓ અને પિકઅપમાં બેઠેલા 1 શખ્સનું મોત નિપજ્યું હતું.

રિપોર્ટ મુજબ આ અકસ્માત આજે સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે થયો. જ્યારે લખનઉથી આવી રહેલી પીલીભીત ડેપોની બસને પિકઅપ ચાલકે જોરદાર ટક્કર મારી દીધી. ટક્કર મારી દેતા જ બસ પલટી ગઇ હતી.

આ દૂર્ઘટનામાં 7 યાત્રીઓના ઘટનાસ્થળે મોત થયા. જેમાં એક મહિલા સામેલ છે. જ્યારે અન્ય ઘાયલોમાં 8 ની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. ઇજાગ્રસ્તોને નજીકની જિલ્લી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે

(10:36 am IST)