Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

અકિલા દૈનિકના ફેસબુક પેઈજ akilanews ઉપર દરરોજ રાત્રીના ૮ વાગ્યે ભકિતમય કાર્યક્રમ નિહાળો

'અકિલા-કંકણ' દ્વારા નવરાત્રીમાં ભકિત - આરાધના

આજે પ્રથમ નોરતે પ્રાગટ્યથી પ્રારંભ કરી પૂનમે કુંભભર્યોની સાથે પૂર્ણાહૂતિ : આરતી - ગરબામાં એક તાલી, એક ચપટી, એક ઘંટારવથી ક્રમશઃ ૧૫ ઘંટારવ તાલી - ચપટીનો નવતર પ્રયોગઃ પરિવારજનો એક સાથે બેસીને જય આદ્યાશકિત જગદંબાની આરતીની રજૂઆત કરશે : માં આદ્યશકિત, આરાધનાની ઉપાસના ગરબામાં (૧) ઘંટ (૨) માટીના છીદ્રોવાળા ગરબા (૩) નવવાટી દીવીઓ (૪) મંદિર માંડવડીઓ (૫) નવદુર્ગા મહોરવ (૬) ધુપ ધુપેડીઆ (૭) ફુલ માંડવડીઓ (૮) આગ ચીરમીઓ (૯) દીવીના (૧૫૧ દીવાઓ) (૧૦) જાગ સાથે ૧૫ તાલી, ૧૫ ચપટી, ૧૫ ઘંટારવનું સાયુજય.

પ્રથમ તસ્વીરમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ અને માસ્ક સાથે ખંડિત થયા વગર અવિરત અખંડિત કંકણની શકિત નવરાત્રી ભકિત તેમજ અંતિમ તસ્વીરમાં નવદુર્ગા જય આદ્યશકિત આરાધના ગરબો રજૂ કરતી બહેનો અને વચ્ચેની તસ્વીરમાં કંકણ કલાધરિત્રી સુશ્રી સોનલ સાગઠીયા નજરે પડે છે.

રાજકોટ : કોરોના કહેર સામે રાજય સરકારના હકારાત્મક અભિગમને વધાવી કંકણ આંતરરાષ્ટ્રીય ગરબાવૃંદ - રાજકોટ દ્વારા આરાધના ગરબાની નવતર રચનાને પ્રસ્તુતિ 'અકિલા'ના સંગાથે નવલા નોરતાના નવે નવ દિવસ દરમિયાન દરરોજ રાત્રીના ૮ વાગ્યે અકિલા દૈનિકના ફેસબુક પેઈજ akilanews ઉપર સુંદર રજૂઆત કરવામાં આવશે.

ભાવભર્યા આશય અને કોરોનાની મહામારી વચ્ચે તમામ અબાલવૃદ્ધ એક જ સમયે સહ પરિવાર મા અંબાજીની આરતી, ભકિત, પૂજા, અર્ચના સંપૂર્ણ સોશ્યલ ડિસ્ટન્સ સાથે નવરાત્રી માણતા માણતા કરે તેવો રહ્યો છે.

આરાધકો ઘરે બેઠા સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉભા ગરબા, તાલી સાથે ઘૂમ્યા વગર પોતાના જ વર્તુળમાં રમી, ગાઈ શકે તેવો ઉદ્દેશ છે.

વિશ્વમાં સુપ્રસિદ્ધ નર્તન ઉત્સવ એટલે નવરાત્રી. 'અકિલા કંકણ' આરાધના આરતી ગરબાની નવ દિવસની પ્રસ્તુતિ સાથે પરિવારના તમામ સભ્યો એક સાથે બેસીને જય આદ્યાશકિત, જગદંબાની આરતી ગાઈ અને આપણી માતૃશકિતની વંદનાના સંસ્કારોનું સિંચન કરે તેવી અપીલ છે.

'અકિલા' અને 'કંકણ' દ્વારા આજની યુવા પેઢીને આપણા ગરબાની પરંપરા, માતૃભકિત, નર્તન, સૌંદર્ય, પૂજા અર્ચના, શુકનવંતી ગૌરવવાન્તીત થવાની સંસ્કારીતા, વારસો અને વૈભવ સુપ્રત કરે તેવા ઉદ્દેશ સાથે આ એક નવતર પ્રકારનું આયોજન કરવામાં આવ્યુ છે.

અકિલા - કંકણ દ્વારા આયોજીત આ ગરબા અકિલા દૈનિકના ફેસબુક પેઈજ akilanews ઉપર દરરોજ રાત્રે ૮ વાગ્યે નિહાળી શકાશે. આ ઉપરાંત દશેરાએ રાત્રીના ૮ વાગ્યે 'જય અંબે, જગદંબે, મા તુ જય ભવાની' શિર્ષક અંતર્ગત ૩૨ પ્રકારના ગરબા, ગરબી, રાસ, રાસડાની ફલેવર સાથે માતાજીની આરાધનારૂપી જાજરમાન કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવશે. કંકણ આંતરરાષ્ટ્રીય ગરબા વૃંદના પ્રુફ રીડર ટ્વીંકલ જાગાણી તેમજ કંકણના સંચાલિકા - સંસ્થાપિકા - નૃત્ય નિર્દેશિકા સુશ્રી સોનલ હંસદેવજી સાગઠીયાના સાનિધ્યમાં કુલ ૮૦ કલાકારો કલાના કામણ પાથરશે.

કંકણનો રણકાર

(૧) ટ્વિંકલ જાગાણી (૨) ઉર્વી ભાગ્યોદય (૩) ઝલક પંડ્યા (૪) શુભશ્રી આચાર્ય (૫) યેશા કીકાણી (૬) સ્તુતિ પંડ્યા (૭) ઈશા દવે (૮) મીમાંસા રૂપારેલીયા (૯) દિપાલી વડાલીયા (૧૦) હિરલ લોટીયા (૧૧) કાવ્યા જાની (૧૨) અંજલી બારોટ (૧૩) શ્રેયા બારોટ (૧૪) ખ્યાલી કીકાણી (૧૫) પ્રેક્ષા પાઠક (૧૬) દૃષ્ટિ ત્રિવેદી (૧૭) કૈરવી વ્યાસ (૧૮) અસ્મિતા જાદવ (૧૯) એકતા ટાંક (૨૦) રોશની બથવાર (૨૧) નિકીતા ગણાત્રા (૨૨) શિવાંગી પટેલ (૨૩) રાધિકા બથવાર (૨૪) વર્ષા ટહેલીયાણી (૨૫) યાત્રી કીકાણી (૨૬) પલક મહેતા (૨૭) દીયા મોટવાણી (૨૮) રીદ્ધિ ભોજાણી (૨૯) જુહી ભોજાણી (૩૦) નીશીતા કુકડીયા (૩૧) રીયા આડેસરા (૩૨) દેવાંશી રૂપારેલીયા. જયારે સંકલન - નૃત્ય નિદર્શન - કલ્પના, ટ્વીંકલ જાગાણી અને કંકણ સંચાલિકા સુશ્રી સોનલ હંસદેવજી સાગઠીયાએ કર્યુ છે.

(11:05 am IST)