Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો કરવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર!

સરકાર કન્ઝયુમર પ્રાઈસ ઇન્ડેકસ-ઔદ્યોગિક કામદારો (સીપીઆઈ-આઈડબ્લ્યુ)ના આધાર વર્ષમાં ફેરફાર કરી શકે છે

નવી દિલ્હી,તા.૧૭ : કોરોના સંકટ વચ્ચે મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. સરકાર કન્ઝયુમર પ્રાઈસ ઇન્ડેકસ-ઔદ્યોગિક કામદારો (સીપીઆઈ-આઈડબ્લ્યુ) ના આધાર વર્ષમાં ફેરફાર કરી શકે છે. સરકાર નવું સીપીઆઈ-આઈડબ્લ્યુ જાહેર કરશે. પાયાનું વર્ષ ૨૦૧૬ રહેશે. જો આવું થાય તો ડી.એ.માં વધારો થશે. આનાથી ૪૮ લાખ કેન્દ્રીય કર્મચારીઓને ૬૦ લાખ કેન્દ્રીય સંસ્થાઓના કર્મચારીઓને ફાયદો થશે. કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે. તમામ રાજય સરકારના કર્મચારીઓનો તોતીંગ પગાર વધારો કેન્દ્રની મોદીની ભાજપ સરકારના એક નિર્ણયથી થશે. બીજી બાજું દેશના સામાન્ય લોકો મોંઘવારી અને બેકારીથી પીડાઈ રહ્યાં છે.

પાયાનું વર્ષ બદલાવની સીધી અસર ડીએ પર પડે છે. ૫ કે ૧૦ વર્ષ પહેલાના ચીજોના ભાવ અને હાલના નવા વર્ષના ચીજોના ભાવમાં મોટો ફેરાફર હોય છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર પ્રધાન સંતોષકુમાર ગંગવાર ૨૧ ઓકટોબરના રોજ નવું સીપીઆઇ-આઈડબલ્યુ ઇન્ડેકસ જાહેર કરી શકે છે. મોંઘવારી ભથ્થું એટલે કે ડી.એ.ની ગણતરી માટે સરકારનો આ ટેકો છે. સરકારની આવક દ્યટી જતાં જૂન ૨૦૨૧ સુધી ડીએમાં વધારો મુલતવી રાખવામાં આવ્યો છે. હાલમાં કર્મચારીઓને માત્ર ૧૭% ના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. પાયાના વર્ષમાં ફેરફાર થવાથી ખાનગી ક્ષેત્રના કામદારોના લઘુતમ વેતનમાં પણ વધારો થશે. માર્ચ ૨૦૨૦માં કર્મચારીઓના ડીએમાં ૪ ટકાનો વધારો કર્યો છે. તેથી એક કર્મચારીને સરેરાશ રૂ.૧.૫ લાખનો આર્થિક ફાયદો થયો હતો.

(11:28 am IST)