Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ઓકટોબરથી ડીસેમ્બર વાવાઝોડાની સીઝન છે

પણ આ વખતનું વાવાઝોડું બંગાળની અખાતથી ઠેઠ અરબીસમુદ્ર સુધી સફર કરતુ રહયું

વેધરવોચર અપર્ણા પરાંજપેએ ટવીટ કરી જણાવ્યુ છે કે ઓકટોબરથી ડીસેમ્બર એ બંગાળના અખાત માટે સાયકલોન-વાવાઝોડાની સીઝન છે. એટલે ગયા અઠવાડીયામાં સર્જાયેલ ડીપ્રેસન 'અનસીઝનલ' નથી. પણ  આ વખતે જે નવીન તત્વ જોવા મળ્યુ તે એ કે બંગાળના અખાતમાં સર્જાયેલ આ ડીપડીપ્રેસન  વાવાઝોડું બંગાળના અખાતથી અરબીસમુદ્ર સુધી ગતી કરતુ રહેલ. સામાન્ય રીતે જયારે ડીપ્રેસન સર્જાય છે તે જમીન ઉપર આવ્યા પછી નબળુ  પડી વિખેરાઇ જતુ હોય છે. ઉપરની આજની ઇન્સેટ તસ્વીરમાં ડીપ્રેસનરૂપી વાદળાના ખડકલા સૌરાષ્ટ્ર-કચ્છના કિનારાથી ખુબ દુર ગયેલા જોવા મળે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અત્યારે ૧૧.૪૫ વાગે તડકો મિશ્રીત વાદળછાયુ વાતાવરણ છે.

(1:19 pm IST)