Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

સરકારે કોર્ટમાં કહ્યું, 'રાજ્યમાં ગુટખા પર સંપૂર્ણ પ્રતિબંધ જજે તરત જ બહારથી ગુટખા મંગાવી સરકારને બતાવી

કોર્ટે ગુટખાના ખુલ્લેઆમ વેચાણ પર ઝારખંડ સરકારને ફટકાર લગાવી

રાંચી: ઝારખંડ હાઈકોર્ટે ચીફ જસ્ટિસ ડો. રવિ રંજન અને જસ્ટિસ એસએન પ્રસાદની કોર્ટમાં ગુટખા અને પાન મસાલાના પ્રતિબંધ બાદ વેચાણને લઈ કરવામાં અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે ગુટખાના ખુલ્લેઆમ વેચાણ પર રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે જ્યારે ખાદ્ય આપૂર્તિ વિભાગના વિશેષ સચિવને પુછ્યું કે, પ્રતિબંધિત હોવા છતા પણ ગુટખા બજારમાં કેમ વેચવામાં આવી રહી છે. તો સચિવે કહ્યું કે, રાજ્યમાં ગુટખાના વેચાણ પર પૂરી રીતે પ્રતિબંધ જ છે. આ મામલે ચીફ જસ્ટિસે આસ્ચર્ય વ્યક્ત કર્યું અને એક કર્મચારીને બહાર બજારમાં મોકલી ગુટખા લઈ આવવા કહ્યું. 10 મિનિટમાં કર્મચારી તુરંત પાંચ-છ બ્રાન્ડની ગુટખા લઈ કોર્ટમાં આવી ગયો.

  આ મામલે અદાલતે સચિવને પુછ્યું કે, આ કેવો પ્રતિબંધ છે. તમે ખુદ જોઈ લો. ત્યારબાદ વિશેષ સચિવે તુરંત કોર્ટમાં બાંહેધરી આપી કહ્યું કે, અમે વિલંબ કર્યા વગર આ મામલે કાર્યવાહી કરીશું. ત્યારબાદ કોર્ટે કહ્યું, બજારમાં આટલા સસ્તામાં મોત વેચાઈ રહ્યું છે. પરંતુ, કોઈ કાર્યવાહી નથી થઈ રહી. ગુટખામાં જર્દા મિલાવી લોકો સેવન કરી રહ્યા છે. ભલે તે અલગ-અલગ વેચાઈ રહ્યું હોય, પરંતુ બજારમાં ઝહેર જ તો વેચાઈ રહ્યું છે. વેચામ પર રોક હોવા છતા પણ તે સરળતાથી બજારમાં ઉપલબ્ધ છે. અદાલતે કહ્યું કે, સરકાર માત્ર કાગળ પર જ કામ કરી રહી છે. સાચી હકીકત જાણવા છતા આંખ આડા કાન કરે છે.
  કોર્ટે સરકારને અગામી તારીખ આપી કહ્યું કે, આગામી સુનાવણી સુધીમાં રાજ્યમાં ગુટખાનું વેચાણ પુરી રીતે બંધ કરાવવાનો આદેશ આપી શપથપત્ર દાખલ કરવાનો નિર્દેશ આપ્યો. અદાલતે કહ્યું કે, શપથપત્રમાં એવું પુરી રીતે સ્પષ્ટ લખેલું હોવું જોઈએ કે, રાજ્યમાં ગુટખાનું વેચાણ હવે નથી થઈ રહી. ગત સુનાવણીમાં કોર્ટે ખાદ્ય આપૂર્તિ વિભાગના સચિવને હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ તે અસ્વસ્થ હોવાના કારણે વિશેષ સચિવ વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર થયા હતા. કોર્ટે સરકારને કહ્યું કે, જ્યારે 2017થી રાજ્યમાં ગુટખાના વેચાણ પર પ્રતિબંધ છે, તો તેનું વેચાણ કેવી રીતે થઈ રહ્યું છે. આ મામલે રોક લગાવતા પહેલા સરકારે કોઈ સ્ટડી કર્યું હતું કે નહીં. કેમ કે, કંપનીઓ ગુટખા અને જર્દા અલગ-અલગ વેચી રહી છે, જેને મિક્સ કરી સેવન કરવાથી બીમારી તો થાય જ છે.અત્રે  ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ ગુટખા પર પ્રતિબંધ છે, પરંતુ ગુટખા અને જરદા અલગ અલગ વેચાઈ રહી છે

(6:49 pm IST)