Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

બિહારની ચૂંટણી પહેલા ઈલેકટોરલ બોન્ડ થકી પક્ષોને મળ્યુ રૂ. ૨૮૨ કરોડનુ દાન

૩ વર્ષમાં રાજકીય પક્ષોને મળ્યા રૂ. ૬૪૯૩ કરોડ

નવી દિલ્હી, તા. ૨૧ :. બિહાર ચૂંટણી પહેલા ઓકટોબરમાં એસબીઆઈએ રાજકીય પક્ષોને ફંડ આપતા ૨૮૨ કરોડ રૂપિયાના ઈલેકટોરલ બોન્ડનું વેચાણ કર્યુ હતું. આ સાથે ૨૦૧૮માં શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ રાજકીય પક્ષોને ૬૪૯૩ કરોડ રૂપિયાનો ફાળો મળી ચૂકયો છે.

ઈન્ડીયન એકસપ્રેસ તરફથી દાખલ આરટીઆઈની માહિતીમાં સામે આવ્યુ છે કે બેન્કે ૧૯ ઓકટોબરથી ૨૮ ઓકટોબર સુધી જારી કરેલા આ બોન્ડની શ્રેણીમાં ૧ કરોડ રૂપિયાની કિંમતના લગભગ ૨૭૯ બોન્ડનુ વેચાણ કર્યુ. સાથોસાથ ૧૦ લાખ રૂ.ના ૩૨ બોન્ડ વેચ્યા હતા.

ડેટા અનુસાર એસબીઆઈની મુંબઈ સ્થિત મુખ્ય શાખાએ ૧૪મી શ્રેણીમાં ૧૩૦ કરોડ રૂપિયાના બોન્ડ જારી કર્યા હતા. તો દિલ્હીની શાખાએ માત્ર ૧૧.૯૯ કરોડના બોન્ડ જારી કર્યા. પટણા સ્થિત બ્રાન્ચમાંથી માત્ર ૮૦ લાખ રૂ.ના બોન્ડનું વેચાણ થયુ. ભુવનેશ્વરથી ૬૭ કરોડ, ચેન્નઈથી ૮૦ કરોડ, હૈદરાબાદથી ૯૦ કરોડના બોન્ડ તોડવામાં આવ્યા હતા.

ઈલેકટોરલ બોન્ડ મુખ્યમંત્રી રાજકીય પક્ષોને ફન્ડીંગ માટે લાવવામાં આવ્યા છે. એસબીઆઈ દ્વારા ૧૦૦૦, ૧૦૦૦૦, ૧૦૦૦૦૦ અને ૧૦,૦૦૦૦૦ રૂપિયા અને ૧ કરોડ રૂપિયાના મૂલ્યના બોન્ડ જારી કરવામાં આવ્યા છે. તેને લોકો અજ્ઞાત રીતે ખરીદી શકે છે અને રાજકીય પક્ષોને દાન કરી શકે છે.

૩ વર્ષમાં દાનવીરોએ ૬૪૯૩ કરોડ રૂપિયાનો ફાળો રાજકીય પક્ષોને આપ્યો છે.

(9:38 am IST)
  • ઈરાકમાં આતંકી હુમલો: આઠના મોત:બગદાદ: ઈરાકના સલાહાદિન પ્રાંતમાં આઈએસઆઈએસ આતંકીઓએ હુમલો કરતા 6 સૈનિકો સહિત 8 લોકો માર્યા ગયાના અહેવાલો મળે છે. (પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:46 am IST

  • મુંબઈમાં ' કરાંચી સ્વીટ્સ ' નું નામ બદલવા શિવસેનાની માંગણી અંગે ભાજપ અગ્રણી દેવેન્દ્ર ફડણવીસનું મંતવ્ય : અમે ' અખંડ ભારત ' નું સ્વપ્ન સાકાર કરવા માંગીએ છીએ : એક દિવસ એવો આવશે કે કરાંચી પણ ભારતમાં હશે : લવ જેહાદ વિરુદ્ધ કાયદો પસાર કરવાની જવાબદારી સરકારની access_time 12:00 pm IST

  • અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST