Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

જયોર્જિયામાં બીજી વખત ગણતરી પછી બિડેનનો ઐતિહાસિક વિજય

વોશિંગ્ટન, તા.૨૧: જયોર્જિયામાં બીજી વખત મત ગણતરી થઈ હતી. એમાં બિડેન સ્પષ્ટ રીતે વિજેતા બન્યા હતા. છેલ્લે ૧૯૯૨માં ડેમોક્રેટિક પાર્ટીને જયોર્જિયામાં વિજય મળ્યો હતો. એ વખતે કિલન્ટને વિજય મેળવ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પને જયોર્જિયામાં પણ પરાજયનો સામનો કરવો પડયો હતો. જો બિડેને જયોર્જિયા સ્ટેટ ૧૨૨૮૪ મતોથી જીત્યું હતું. બીજી વખત મત ગણતરી થઈ તે પહેલાં બિડેનને ૧૪ હજાર મતોની સરસાઈ હતી. બીજી વારની મત ગણતરી પછી સરસાઈ ઘટી હતી, પણ સ્પષ્ટ વિજય મળ્યો હતો. જયોર્જિયાની જીત પછી બિડેનના કુલ ઈલેકટોરલ વોટ ૩૦૬ થયા હતા. ટ્રમ્પે ૨૩૨ ઈલેકટોરલ વોટ મેળવ્યા હતા.

એક તરફ બીજી વખતની મતગણતરી પછી પણ બિડેન બધા જ રાજયો સર કરી રહ્યા છે ને બીજી તરફ ટ્રમ્પની લીગલ ટીમે કોર્ટમાં અરજીઓ કરવાનું યથાવત રાખ્યું છે. પેન્સિલવેનિયા, મિશિગન, જયોર્જિયા સહિતના રાજયોમાં બીજી વખત ગણતરી થઈ તેને પણ ટ્રમ્પની ટીમે કોર્ટમાં પડકારી હતી.

ટ્રમ્પની ટીમે આ ગણતરીમાં ગરબડ થયાનો દાવો કર્યો હતો. ટ્રમ્પના વકીલ રૂડી ગિલાનીએ મત ગણતરી અટકાવી દેવાની માગણી મૂકી હતી.

(10:15 am IST)