Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના 35 કેસ: કુલ આંક 10,054એ પહોંચ્યો

ગઈકાલે 54 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ 9181 ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ 91.63 ટકા થયો

રાજકોટ: શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 35 કેસ નોંધાતા કુલ આંક 10,054 એ પહોંચ્યો છે. 

આ અંગે   મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે સુધીમાં વધુ 35 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 10,054 થયા છે.ગઈકાલે 54 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ  9181 થતા રિકવરી રેટ  91.63 ટકા થયો છે.

છે. આજ દિન સુધીમાં કુલ 4,04958 સેમ્પલ લેવામાં આવ્યા છે.

(12:59 pm IST)