Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

દેશમાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો :મૃત્યુઆંક પહેલીવાર 1 હજારથી વધુ : 24 કલાકમાં 1,84 લાખથી વધુ નવા કેસ :એક્ટિવ કેસ 13,60 લાખને પાર પહોંચ્યા : કુલ મૃત્યુઆંક 1.72 લાખથી વધુ

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 60,212 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 17,963 કેસ, છત્તીસગઢમાં 15,121 કેસ, દિલ્હીમાં 13,468 કેસ, કર્ણાટકમાં 8778 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1.84 લાખથી વધુ  નવા કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે

 એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 1025 લોકોના મોત નિપજ્યા છે આ સાથે એક્ટિવ  સંખ્યા પણ 13,60 લાખને  પાર  પહોંચી છે એક જ દિવસમાં 1.84,514 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1.38,70,731 થઇ છે છેલ્લા 24 કલાકમાં 82,179 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે આ સાથે 1.23,32,636 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 60,212 નવા કેસ નોંધાયા છે જયારે ઉત્તર પ્રદેશમાં 17,963 કેસ, છત્તીસગઢમાં 15,121 કેસ, દિલ્હીમાં 13,468 કેસ અને  કર્ણાટકમાં 8778 કેસ નોંધાયા  છે

 

(12:07 am IST)