Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

નેધરલેન્ડથી આવ્યા ચોંકાવનારા ન્યુઝ

હાય હાય... હવે બકરીના સંપર્કથી મહામારી : લોકો ન્યુમોનિયાનો શિકાર : ૯૫ લોકોના મોત

લંડન તા. ૨૧ : નેધરલેન્ડના બકરીઓના ફાર્મમાં પ્રાણીજન્ય રોગના સબૂત મળી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ સબૂતના આધારે નિમોનિયાના કેસને બકરીના ફાર્મ સાથે જોડ્યા છે. બકરીના સંપર્કમાં આવનારા લોકોમાં નિમોનિયાના લક્ષણો જોવા મળી રહ્યા છે. આ સાથે એ વાતની પણ ચર્ચા થઈ રહી છે કે હવે બકરીઓ મહામારી લાવશે. આ રોગથી અત્યાર સુધીમાં ૯૫ દર્દીના મોત થયા છે.

કહેવાઈ રહ્યું છે કે વર્ષ ૨૦૦૮માં નેધરલેન્ડના દક્ષિણ ભાગમાં ડેરી ફાર્મમાં બકરીઓની વચ્ચે ગર્ભપાતના કેસમાં વઘારો થયો હતો. આ સાથે પશુ ચિકિત્સકોએ બકરીના નમૂના મોકલ્યા હતા અને તેમાંથી જાણવા મળ્યું કે નેધરલેન્ડના નૂર્ડ બ્રાબાંટ વિસ્તારમાં ૨૦૦૮માં શ્વસન સંક્રમણ કયૂ તાવનો પ્રકોપ રહયો હતો. આ બીમારીએ બકરીઓ અને મવેશિયો સહિતના પશુઓને સંક્રમિત કરવાની શરૂઆત કરી હતી.

આ બીમારી નેધરલેન્ડના લોકો માટે એક ભયાનક રોગ બનીને સામે આવી છે. કેમકે હવે લોકો તેની ઝપેટમાં આવી રહ્યા છે. સરકારે સંક્રમણ પર રોક લગાવવા માટે ૫૦ હજાર બકરીઓને મારવાના આદેશ આપ્યા છે. સંક્રમિત થયેલા અડધાથી વધારે લોકોને નિમોનિયાની તકલીફો સહન કરવી પડી છે અને કેટલાકને હાર્ટ એટેક પણ આવ્યા છે. પરિણામ એ આવ્યું છે કે આ બીમારીથી ૯૫ લોકોના મોત થયા છે.

 એક વાર નેધરલેન્ડની બકરીઓના ફાર્મમાં પ્રાણીજન્ય રોગના સબૂત મળી રહ્યા છે અને સાથે વૈજ્ઞાનિકો અને પશુ વિશેષજ્ઞોએ નિમોનિયાના માનવ કેસને બકરીના ફાર્મ સાથે જોડ્યા છે. ડોકટર્સનું કહેવું છે કે બકરીના ફાર્મની પાસે રહેનારા લોકોમાં ૨૦-૫૫ ટકાથી વધારે નિમોનિયાનો શિકાર થવાની સંભાવના છે. જે લોકો ફાર્મની નજીક રહે છે તેમાં વધારે ખતરો હોવાનું કહેવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે એકથી દોઢ કિમીના રેડિયસમાં રહેનારા લોકોમાં નિમોનિયાનો ખતરો વધારે રહે છે.

(10:09 am IST)