Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ધડાકો કરતા કહ્યું છે કે સમાજવાદી પક્ષ ખેડૂતોનો પક્ષ છે અને ૨૬મી તારીખે પ્રજાસત્તાક દિન નિમિત્તે યુપીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી અમે કાઢીશું.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ધડાકો કરતા કહ્યું છે કે સમાજવાદી પક્ષ ખેડૂતોનો પક્ષ છે અને ૨૬મી તારીખે પ્રજાસત્તાક દિન નિમિત્તે યુપીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી અમે કાઢીશું.

તેમણે યોગી સરકારને સીધો લલકાર ફેંક્યો છે અને કહ્યું છે કે ઉત્તર પ્રદેશના તમામ જિલ્લા મથકોએ ખેડુતો ટ્રેકટર રેલી કાઢશે અને ત્રિરંગો લહેરાવશે. ત્રણ કૃષિ કાનૂનના વિરોધમાં ખેડૂતોના આંદોલનનો આજે 56 મો દિવસ છે. કિસાનોના આ શાંત આંદોલનની તાકાત લગાતાર વધતી જાય છે. અભૂતપૂર્વ ઠંડી અને વરસાદની પરવા વિના હરિયાણા પંજાબ ઉત્તરપ્રદેશ રાજસ્થાન સહિતના રાજ્યોથી મોટી સંખ્યામાં કિસાનો દિલ્હી ભણી સ્વયંભૂ આવી રહ્યા છે.

(11:23 pm IST)