Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસના 23 વર્ષીય ભત્રીજાએ રસી લેતા વિવાદ

સોશ્યલ મીડિયા પર તન્મયની તસવીર વાયરલ થયા બાદ જબરો વિવાદ જાગ્યો

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્રમાં છે. આ દરમિયાન મહારાષ્ટ્રથી એક ફોટો વાયરલ થયો છે, જેના કારણે સોશ્યલ મીડિયા પર બબાલ મચી ગઈ છે. આ ફોટો બે કારણોથી ખાસ છે, પ્રથમ જે યુવક કોરોનાની રસી લઈ રહ્યો છે એની ઉંમર 45 વર્ષથી ઓછી છે અને બીજી એ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો ભત્રીજો તન્મય છે. સોશ્યલ મીડિયા પર તન્મયની તસવીર વાયરલ થયા બાદ રાજકીય આક્ષેપબાજી પણ શરુ થઈ છે.

એનસીપીના પ્રવક્તા અને કૌશલ્ય વિકાસ મંત્રી નવાબ મલિકે આ મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. તેમનું કહેવું છે કે વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસના યુવા ભત્રીજાને રસી આપવામાં આવી, એ પણ બીજો ડોઝ પણ લગાવી દેવામાં આવ્યા, આ વિચારણીય છે. મલિકે કહ્યું કે નિયમ મુજબ 45 વર્ષથી ઓછી વયના લોકોને વેક્સીન આપવામાં આવતી નથી. શું આ ફ્રન્ટલાઈન હેલ્થવર્કર છે ? જો નથી તો તેની સામે ફરિયાદ દાખલ થવી જોઈએ.

(11:12 am IST)