Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

સ્વદેશી કોવેક્સિન કોરોના વાઈરસના યુકે બ્રાઝીલ વેરિએન્ટ ઉપરાંત ડબલ મ્યૂટેન્ટ વિરુદ્ધ અસરકારક

કોરોનાની બીજી અને ઘાતક લહેર પાછળ ડબલ મ્યૂટેન્ટ વેરિએન્ટ જ જવાબદાર

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચને પોતાના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ભારતમાં બનેલી પ્રથમ સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિન કોરોના વાઈરસના યુકે તથા બ્રાઝિલ વેરિએન્ટ ઉપરાંત ડબલ મ્યૂટેન્ટ વિરુદ્ધ અસરકારક છે.

દેશમાં કોરોનાની બીજી અને ઘાતક લહેર પાછળ ડબલ મ્યૂટેન્ટ વેરિએન્ટ જ જવાબદાર હોવાનું નિષ્ણાંતો માને છે. દેશમાં 1 મેનાં રોજથી 18 વર્ષ કે તેથી વધુ વયના તમામ લોકોને વેક્સિન આપવામાં આવશે. તે અગાઉ કોવેક્સિન અંગેના અભ્યાસના પરિણામથી કોરોના વાઈરસ સંક્રમણની ઘાતક લહેર પર નિયંત્રણ મેળવવાની આશા વધી છે.

કોરોનાની વેક્સિન લીધી હોય તેવા કેટલાક લોકોમાં સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે પરંતુ આવા મોટા ભાગના લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડી રહી. આવા લોકો પર વાયરસનો ખાસ કોઈ પ્રભાવ નથી જણાઈ રહ્યો. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે વેક્સિનના પ્રભાવથી શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધુ રહે છે. આ કારણે વેક્સિન લીધી હોય તેમનામાં અન્ય દર્દીઓની સરખામણીએ ઓછા લક્ષણો જોવા મળે છે અને તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય છે.

(7:03 pm IST)