Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

ગોવામાં આજથી 10 દિવસનું કર્ફ્યૂ : ધોરણ 10-12ની પરીક્ષાઓ સ્થિગત

કેસિનો, રેસ્ટોરંટ અને બાર, સિનેમાં હોલમાં 50 ટકા ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યુ હતું કે, કોવિડ કેસને જોતા ગોવામાં આજ રાતથી 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવામાં આવ્યુ છે.

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યુ કે, ગોવામાં કોવિડ-19 મામલા પર નિયંત્રણ લાવવા માટે 21થી 30 એપ્રિલ સુધી રાત્રિ કર્ફ્યૂ લગાવામાં આવ્યુ છે. કેસિનો, રેસ્ટોરંટ અને બાર, સિનેમાં હોલમાં 50 ટકા ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ગોવા બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. આગામી દિવસોમાં જ્યારે પણ પરીક્ષા આયોજન કરવામાં આવશે, ત્યારે 15 દિવસ અગાઉ જાણ કરવામાં આવશે.

એક જ દિવસમાં સંક્રમણના સૌથી વધારે કેસ 951 મામલા સામે આવ્યા બાદ સંક્રમિત થયેલા લોકોની સંખ્યા અહીં 67,212 થઈ ગઈ છે. અધિકારીઓએ જણાવ્યુ હતું કે, કોરોનાથી વધુ 11 લોકોના મોત થઈ ગયા છે.

(8:22 pm IST)