Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

કોરોના જંગમાં જીત્‍યા વૃધ્‍ધો : ૫૪ ટકા મૃતકોની ઉંમર ૬૦ વર્ષથી ઓછી

સ્‍વાસ્‍થ્‍ય વિભાગનો ચોંકાવનારો રિપોર્ટ

નવી દિલ્‍હી,તા. ૨૧:દેશમાં અનલોક ૪ પછી પણ જે રીતે તમામ ગતિવિધિઓ શરૂ થઈ છે તેનાથી બમણા પ્રમાણમાં કોરોના ફેલાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે સ્‍વાસ્‍થ્‍ય વિભાગ માટે પણ મુશ્‍કેલી વધારી છે. સ્‍વાસ્‍થ્‍ય વિભાગની ટીમ મોતની પાછળનું કારણ શોધવામાં લાગી છે. ઉલ્લેખનીય છે કે ૫૪ ટકા મૃતકોની ઉંમર ૬૦ વર્ષથી ઓછી જોવા મળી રહી છે.

 સ્‍વાસ્‍થ્‍ય વિભાગે એક ટીમ તૈયાર કરી છે જે કોરોનાથી થતા મોતની જાણકારી એકઠી કરી રહી છે. કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવનારાની હિસ્‍ટ્રી પર કામ મકરે છે. તેમાં ચોંકાવનારી વાત સામે આવી છે. સૌથી વધારે ખતરો હાઈ બ્‍લડ પ્રેશર, શુગર, કિડની, હાર્ટની જૂની બીમારી સાથે જોડાયેલા દર્દીઓ અને વૃદ્ધોને છે.

ગયા અઠવાડિયે જાહેર કરાયેલા રિપોર્ટમાં કોરોનાથી જેમના મોત થયા છે તેમાં ૬૩ ટકા દર્દીઓ અન્‍ય બીમારીથી પીડિત હતા. જયારે ૩૭ ટકા મોત કોરોના સંક્રમણથી થઈ છે. પ્રદેશમાં કોરોનાથી થતા મોતની સ્‍થિતિ ૬૦ વર્ષથી ઓછી ઉંમરના ૫૪ ટકા એટલે કે ૯૪૨ દર્દીઓના મોત થયા છે. જયારે ૬૦ વર્ષથી વધારે ઉંમરના ૪૬ ટકા એટલે કે ૮૧૬ વૃદ્ધોના મોત થયા છે.

બીમારીઓ કમ્‍યુનિટી બની રહી છે. એક્‍સપર્ટના અનુસાર કોરોનાનો સૌથી વધારે ખતરો ૬૦ વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધોમાં વધી રહ્યો છે. ખાસ કરીને જેમને કોઈ અન્‍ય જૂની બીમારી છે.  ૧૩ સપ્‍ટેમ્‍બર સુધીના આંકડા જોતાં જણાય છે કે ૧૭૫૮ મૃતકોમાં ૫૪ ટકા એટલે કે ૯૪૨ દર્દીઓ ૬૦ વર્ષથી વધુ ઉંમરના હતા. ૪૬ ટકા એટલે કે ૮૧૬ દર્દીઓ ૬૦ વર્ષથી ઓછી ઉંમરના હતા. ૬૦ વર્ષથી વધુ ઉંમરના ૯૪૨ કોરોના ચેપગ્રસ્‍ત લોકોમાંથી, ૬૭ ટકા, ૬૩૧ દર્દીઓ, કોઈને કોઈ ગંભીર બીમારીઓથી પીડાતા હતા. ફક્‍ત  ૩૩ ટકા, એટલે કે ૩૧૧ દર્દીઓ વૃદ્ધ  હતા, જેનું મૃત્‍યુ કોરોના ચેપથી થયું હતું. તેમાં પણ સારવારનો અભાવ અને સ્‍થિતિ બગડી જવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્‍યું છે.

(10:08 am IST)