Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ટાટા ગ્રુપે બનાવી કોરોના ટેસ્‍ટ કિટઃ ઓછા સમયમાં દેશે સચોટ પરિણામ

ખર્ચ પણ આછોઃ નામ છે Feluda

નવી દિલ્‍હી/મુંબઈ,તા.૨૧: : કોરોના વાયરસના પ્રકોપ વચ્‍ચે વૈજ્ઞાનિક, શોધકર્તા, ડોક્‍ટર્સ, ફાર્મા કંપનીઓ, ટેક્‍નોલોજી કંપનીઓ દિવસ-રાત કોરોના સામે લડવા માટે નવી નવી શોધ કરવામાં લાગી છે. જેમાં હવે ટાટા ગ્રૂપે નવી કોવિડ-૧૯ ટેસ્‍ટ કિટ બનાવી છે. કંપનીએ ક્‍લસ્‍ટર્ડ રેગ્‍યુલરલી ઈન્‍ટરસ્‍પેસ્‍ડ શોર્ટ પેલિનડ્રોમિક રિપિટ્‍સ કોરોના વાયરસ ટેસ્‍ટને સીએસઆઈઆર ઈસ્‍ટીટ્‍યૂટ ઓફ જેનોમિક્‍સ એન્‍ડ ઈન્‍ટિગ્રેટિવ બાયોલોજી(CSIR-IGIB) સાથે મળીને તૈયાર કરી છે. મહત્‍વનું એ છે કે ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્‍ડિયા (DCGI) કોરોના વાયરસની તપાસમાં ટાટાની નવી કોવિડ-૧૯ ટેસ્‍ટ ‘Feluda'ચ સાર્વજનિક ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.

ટાટા સમૂહ પ્રમાણે સીઆરઆઈએસપીઆર કોરોના ટેસ્‍ટ સૌથી વધારે વિશ્વસનીય માનવામાં આવતા RT-PCR ટેસ્‍ટની બરોબર ચોક્કસ પરિણામ આપશે. આ સાથે સમય અને કિંમત બંને ઓછી લાગશે. આ ટેસ્‍ટ SARS-CoV-2 વાયરસના જેનોમિક સિક્‍વેન્‍સની તપાસ કરવા માટે સ્‍વદેશી સીઆરઆઈએસપીઆર ટેક્‍નોલોજીનો ઉપયોગ કરે છે. Feluda ટેસ્‍ટ ૨ કલાકમાં કોરોના વાયરસના ટેસ્‍ટ સેમ્‍પલ ડાયગ્નોસ કરીને રિઝલ્‍ટ આપી દે છે.

ભવિષ્‍યમાં આ ટેક્‍નોલોજીનો ઉપયોગ બીજી મહામારીઓની ટેસ્‍ટમાં પણ કરી શકાશે. કંપનીનું કહેવું છે કે ટાટા સીઆરઆઈએસપીઆર ટેસ્‍ટ સીએએસ-૯ પ્રોટીનનો ઉપયોગ કરનાર દુનિયાનો પહેલું પરિક્ષણ છે. જે સફળતાપૂર્વક કોવિડ-૧૯ મહામારી ફેલાવનાર વાયરસની ઓળખ કરે છે.

અધિકારીઓએ અમારા સહયોગી ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાને જણાવ્‍યું કે ‘આ ટેસ્‍ટ એક ઉત્‍કૃષ્ટ શોધ છે જે ખૂબ જ થોડા સમયમાં રિઝલ્‍ટ આપી દે છે. તેને મંજૂરી પણ પૂરતી ચકાસણી અને તમામ નિયમોને આધીન આપવામાં આવી છે.'આ ટેસ્‍ટ ઓછો સમય લેવા ઉપરાંત ખૂબ જ વ્‍યાજબી ભાવમાં થઈ શકશે કારણ કે તેમાં ઉપયોગમાં લેવામાં આવતા ઇક્‍વિપમેન્‍ટ બહુ મોંદ્યા નથી. તો એક્‍યુરસી મામલે આ ટેસ્‍ટ કોઈપણ એન્‍ટિજેન બેઝ્‍ડ ટેસ્‍ટ કિટ કરતા વધારે ચોક્કસ અને સાચુ પરિણામ આપે છે.

ટાટા સમૂહના જણાવ્‍યા પ્રમાણે આ ભારતીય વૈજ્ઞાનિક સમુદાય માટે એક મહત્‍વનું પગલું અને મોટી ઉપલબ્‍ધિ છે. કંપનીએ જણાવ્‍યું કે, રિસર્ચ એન્‍ડ ડેવલોપમેન્‍ટથી લઈને હાઈ એક્‍યોરેસી, સ્‍કેલેબલ અને ભરોસાપાત્ર ટેસ્‍ટને ૧૦૦ દિવસથી ઓછા સમયમાં તૈયાર કરવામાં આવી છે.

ટાટા મેડિકલ એન્‍ડ ડાયગ્નોસ્‍ટિક્‍સ લિમિટેડના સીઈઓ ગિરીશ કૃષ્‍ણમૂર્તિના જણાવ્‍યા પ્રમાણે કોવિડ-૧૯ માટે ટાટા સીઆરઆઈએસપીઆર ટેસ્‍ટને મંજૂરી વૈશ્વિક મહામારી સામે લડવા માટે દેશના પ્રયત્‍નોને પ્રોત્‍સાહન આપશે. ટાટા સીઆરઆઈએસપીઆર ટેસ્‍ટ કોમર્સિયલાઈઝેશન દેશના સારા રિસર્ચ અને ડેવલોપમેન્‍ટ ટેલેન્‍ટનું ઉદાહરણ છે.

વિજ્ઞાન અને ટેક્‍નોલોજી મંત્રાલય ના કહેવા પ્રમાણે ટાટા સીઆરઆઈએસપીઆર ટેસ્‍ટને ડીસીજીઆઈ તરફથી સામાન્‍ય લોકોના ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. આ ટેસ્‍ટના પરિમઆમ ૯૮ ટકા છે. આ ૯૬ ટકા સંવેદનશીલતાની સાથે નોવલ કોરોના વાયરસની ઓળખ કરે છે.

(10:09 am IST)