Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ગોવા અને દક્ષિણ કોંકણ વિસ્તારમાં આજે હદ બહારનો ભારે વરસાદ ખાબકશે

હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેકટર જનરલ હોસાલીકરનું ટવીટ : કાલે મુંબઇ અને થાણે સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે

નવી દિલ્હીઃ ભારતીય હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેકટર જનરલ હોસાલીકરે ટવીટર ઉપર જણાવ્યુ  છે કે આજે ગોવા અને દક્ષિણ કોંકણ વિસ્તારમાં ભારેથી અતિભારે અને હદબહારનો ભારે વરસાદ પડવાની સંભાવના છે. સાથોસાથ મુંબઇ અને થાણેમાં પણ છુટો છવાયો ગાજવીજ ભારે વરસાદ પડશે.

શ્રી હોસાલીકરે ટવીટર ઉપર વધુમાં જણાવેલ કે આવતીકાલે મંગળવારે મુંબઇ અને થાણેમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત રાયગઢના ઘાટનો વિસ્તાર, પુણે, સતારા, રત્નાગીરી, સિંધુદુર્ગ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે અને કેટલાક સ્થળોએ હદબહારનો ભારે વરસાદ પડવાની સંભાવના છે.

(2:48 pm IST)