Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

રાજકોટમાં વધુ ૪૧ને કોરોનાઃ કુલ કેસ ૫૧૭૦

ગઇકાલે કુલ ૧૦૪ કેસ નોંધાયાઃ આજ દિવસ સુધીમાં ૩૯૩૦ દર્દીઓ ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ ૭૬.૬૩ ટકા થયો : ૨૧ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૨ લોકોને તાવ, શરદી - ઉધરસનાં લક્ષણો : શિવમનગર-કાલાવડ રોડ, વૈશાલી નગર-રૈયા રોડ, પૂજારા પ્લોટ-ભકિત નગર સર્કલ, મીલપરા, ગાયકવાડી - જંકશન પ્લોટ, ધર્મ જીવન સોસાયટી- ચિત્ર કૂટ ધામ, પટેલ પાર્ક- પેડક રોડ, લક્ષ્મીવાડી-ભકિત નગર, રામનગર- ગોંડલ રોડ, ક્રિષ્ના નગર-મવડી પ્લોટ સહિતનાં ૭૯ વિસ્તારો માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન

રાજકોટ,તા.૨૧: સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતુ જાય છે ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોના કેસનાં આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરમાં કુલ કેસ ૫૧૭૦ થયા છે. આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૧ પોઝીટીવ કેસ આવ્યા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૧ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૫૧૭૦  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૩૯૩૦ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૬૩.૫૯ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૪૫૪૩ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૦૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૨૮ ટકા થયો  હતો. જયારે ૧૦૩ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૧,૭૫,૨૬૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૯૩૦ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૯૨  ટકા થયો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની સ્થિતિએ  શિવમનગર-કાલાવડ રોડ, વૈશાલી નગર-રૈયા રોડ, પૂજારા પ્લોટ-ભકિત નગર સર્કલ, મીલપરા, ગાયકવાડી - જંકશન પ્લોટ, ધર્મ જીવન સોસાયટી- ચિત્ર કૂટ ધામ, પટેલ પાર્ક- પેડક રોડ, લક્ષ્મીવાડી-ભકિત નગર, રામનગર- ગોંડલ રોડ, ક્રિષ્ના નગર-મવડી પ્લોટ સહિતના વિસ્તારોમાં ૭૯ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૨૧ હજાર ઘરોનો સર્વે : માત્ર ૨ લોકોને તાવનાં લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૨૧,૫૦૦  ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૨ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે ધરમનગર-૪, શિવપાર્ક-૨, ડ્રીમ સીટી, બંસી પાર્ક, કીટીપરા કવાટર્સ,  સ્લમ હુડકો, રેફયુજી કોલોની, માયાણી, ગુરૂ પ્રસાદ ચોક સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૧,૮૭૩ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(3:16 pm IST)