Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ઓગસ્‍ટા વેસ્‍ટ લેન્‍ડ હેલીકોપ્‍ટર કૌભાંડ

CBIએ રાજીવ સકસેના અને જી સપોનારો સહિત ૧૧ને આરોપી બનાવ્‍યા

નવી દિલ્‍હી તા. ૨૧ : ઓગસ્‍ટા વેસ્‍ટ લેન્‍ડ વીવીઆઇપી હેલીકોપ્‍ટર કૌભાંડમાં સીબીઆઇએ રાજીવ સકસેના, સંદિપ ત્‍યાગી અને ઓગસ્‍ટા વેસ્‍ટલેન્‍ડ ઇન્‍ટરનેશનલના નિર્દેશક જી સપોનારો સહિત ૧૧ વ્‍યકિતઓને પૂરક આરોપપત્રમાં આરોપી બનાવામાં આવ્‍યા છે.  સીબીઆઇ વડાપ્રધાન, રાષ્‍ટ્રપતિ, ઉપરાષ્‍ટ્રપતિ અને રક્ષામંત્રી જેવા લોકોના આવાગમનના ઉપયોગ થવાના હેતુથી ખરીદવામાં આવી રહેલા ૧૨ હેલીકોપ્‍ટરો માટે ૩૬૦૦ કરોડ રૂપિયાના કરારને ઓગસ્‍ટા વેસ્‍ટલેન્‍ડના પક્ષમાં કરવામાં મુખ્‍ય રૂપથી રૂપિયાની લેણદેણની તપાસ કરી રહી છે. હેલીકોપ્‍ટરોના સંચાલન માટે ૬૦૦૦ મીટરની સંચાલન ક્ષમતા નક્કી કરવાના કારણે આ કંપની શરૂઆતથી જ આ દોડમાં સામેલ હતી નહીં.

આ પૂરક આરોપપત્ર વિશેષ તપાસ દળ દ્વારા તત્‍કાલીન વિશેષ નિર્દેશક રાકેશ અસ્‍થાનાના કાર્યકાળમાં પ્રથમ આરોપપત્ર દાખલ કરવાના અંદાજે ત્રણ વર્ષ બાદ શુક્રવારે રાતે દાખલ કરવામાં આવી છે. પ્રથમ આરોપપત્રમાં પૂર્વ વાયુસેના પ્રમુખ એસ.પી.ત્‍યાગીને કૌભાંડમાં આરોપી તરીકે સામેલ કરવામાં આવ્‍યા હતા. કોર્ટે આ મામલે સોમવારે સુનાવણી કરશે

(3:43 pm IST)