Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

સેના વિરૂધ્ધ પોલીસનો 'વિદ્રોહ'

નવાઝ શરીફના જમાઇની ધરપકડ બાદ પાક.માં ધમાલ

ઇસ્લામાબાદ, તા.૨૧: પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર સામે વિપક્ષનો ગુસ્સો સતત વધી રહ્યો છે. અનેક સભાઓ મારફતે ઈમરાન સરકારની સામે લોકોને એકજૂટ કરવામાં આવી રહ્યા છે. તો હવે આ રેલીઓને કારણે પાકિસ્તાનમાં બબાલ વધી રહી છે. ગત દિવસોમાં કરાચીમાં થયેલ રેલી બાદ પૂર્વ પાકિસ્તાની PM નવાઝ શરીફના  દામાદ મોહમ્મદ સફદર  ધરપકડ કરી લેવામાં આવી હતી. જો કે, બાદમાં તેઓને છોડી દેવામાં આવ્યા હતા. પણ હવે આ વાતને લઈ લોકોમાં ગુસ્સો ફેલાયો છે અને હવે દબાણમાં આવીને સેનાએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

પાકિસ્તાની સેનાના પ્રમુખ કમર જાવેદ બાઝવાએ મંગળવારે આદેશ આપ્યો કે મોહમ્મદ સફદરની ધરપકડ કેમ અને કેવી પરિસ્થિતિઓમાં થઈ, તેની તપાસ કરવામાં આવે. મરિયમ નવાઝે આરોપ લગાવ્યો હતો કે, તેઓને હોટેલના રૂમમાં દ્યૂસીને તોડફોડ કરવામાં આવી અને સફદરને લઈને જતા રહ્યા. જેના પર ખુબ જ હંગામો થયો હતો. જે બાદ હવે સેના તેની તપાસ કરાવશે.

આ ઘટના બાદ પાકિસ્તાનમાં બગાવતી સૂર ઉઠ્યા છે અને સિંધ પોલીસે સેના અને ISI સામે જંગ શરૂ કરી દીધી છે. સિંધ પોલીસે કહ્યું કે, મોહમ્મદ સફદરની તેઓની જાણકારી વગર ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે જ જયારે તેઓની ધરપકડ કરાઈ ત્યારે સિંધ પોલીસના ચીફને કયાંક દ્યેરી લેવામાં આવ્યા હતા. તે બાદ પાકિસ્તાની આર્મીએ સીધા સફદરની ધરપકડ કરી લીધી હતી.

જે બાદ નારાજ સિંધ પોલીસના IGએ છૂટ્ટી પર જતા રહેવાનું એલાન કર્યું હતું. તેના કારણે સિંધ પોલીસનાં હજારો જવાનો રજા પર જતાં રહ્યા છે અને અમુક ડ્યુટી જોઈન કરી રહ્યા નથી. જેના કારણે વિસ્તારમાં પણ ખુબ જ હંગામો મચી રહ્યો છે અને લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. આ દબાણમાં આવીને સેનાએ અંતે સફદરની ધરપકડના આદેશ આપવા પડ્યા છે.

જો કે બાદમાં સિંધ પ્રાંતની સરકારે પોલીસને અપીલ કરીકે રજાઓ વાપસ લઈ લે. જે બાદ મોટાભાગના અધિકારીઓએ પોતાની રજા વાપસ પણ લઈ લીધી છે. ઇઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ઈમરાન સરકાર સામે બગાવતના સૂર તેજ રહ્યા છે અને વિપક્ષી પાર્ટીઓ સતત રેલીઓ કરી રહ્યા છે. હાલમાં જ કરાચીની રેલીમાં મરિયમ નવાઝે ઈમરાન સરકાર સામે મોરચો ખોલ્યો હતો.

(11:02 am IST)