Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

૬૮ વર્ષના માજી ૨૨૦૦ કિલોમીટર સાયકલ ચલાવીને જઇ રહ્યા છે બુલઢાણાથી વૈષ્ણોદેવી

મુંબઇ,તા. ૨૧: મહારાષ્ટ્રના બુલઢાણામાં રહેતાં ૬૮ વર્ષનાં એક કાકી સાઈકલ લઈને એકલા જ વૈષ્ણોદેવીની યાત્રા કરવા નીકળી પડ્યાં છે. આ ઉંમરે વડીલો બાજુના ગામમાં એકલા દર્શન કરવા જવાનું હોય ત્યારે પણ ખચકાટ ધરાવતા હોય છે ત્યારે આ આજી કોટનની સાડી વહેરીને સાઇકલ પર નીકળી પડ્યાં છે. બુલઢાણાથી વૈષ્ણોદેવીનું અંતર લગભગ ૨૨૦૦ કિલમીટર જેટલું છે અને આ યાત્રા કેટલી કઠિન હશે એનો તેમને પૂરતો અંદાજ છે. રોજિંદી જરૂરિયાતની ચીજો તેમણે પેક કરીને સાઇકલની આગળ અને પાછળના કેરીઅર પર બાંધી લીધી છે. આટલી લાંબી જર્નમાં માજી એકલા જ છે એટલે ચિંતાનો વિષય કહેવાય, પણ તેમનો કોન્ફિડન્સ અદભુત છે. રતન શારદા નામના ટ્વિટર યુઝરે માજીનો વિડિયો અપલોડ કર્યો છે જેમાં તેઓ પોતાની આ લાંબી અને કઠિન યાત્રાની વાત કરે છે. યાત્રામાં અધવચ્ચે રોડ પર ઊભા રાખીને તેમનો ઇન્ટરવ્યુ લેવાયો હોય એવું લાગે છે. આ વિડિયો જોઈને લાખો લોકોએ આ ઉંમરે સાઇકલયાત્રા કરવાની માજીની હામ માટે ખૂબ વખાણ કર્યા છે.

(11:05 am IST)