Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી સુધરીઃ ૩૦ લાખ કર્મચારીઓને મળશે ૩૭૧૪ કરોડનું બોનસઃ કેબિનેટે મારી મંજૂરીની મહોર

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 30 લાખ સરકારી કર્મચારીઓને દિવાળી બોનસ આપવાનું એલાન કરવામાં આવ્યું છે.

કેબિનેટના નિર્ણયો અંગેની જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે ડાયરેક્ટ કર્મચારીઓના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. હાલ પૈસા ટ્રાન્સફર કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. દશેરા કે દુર્ગા પૂજા પહેલા જ 30 લાખ કેન્દ્રીય સરકારના કર્મચારીઓને 3737 કરોડ રૂપિયાના બોનસની તુરત ચૂકવણી શરૂ થશે.

અગાઉ ગત સપ્તાહે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે સરકારી કર્મચારીઓ માટે સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી. જેના થકી કર્મચારીઓ એડવાન્સમાં 10 હજાર રૂપિયા લઈ શકશે.

જણાવી દઈએ કે, કોરોના મહામારીની અર્થ વ્યવસ્થા પર માઠી અસરને જોતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સ્પેશિલ LTC કેશ સ્કીમની પણ જાહેરાત કરી છે. જેનો ફાયદો કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે.

આ સ્કીમમાં LTAના બદલે કર્મચારીઓને કેશ વાઉચર મળશે. જો કે તેનો ઉપયોગ 31 માર્ચ, 2021ના પહેલા જ કરવો પડશે. જો કે આ સુવિધાનો લાભ લેવા માટે સરકારની કેટલીક ગાઈડલાઈન્સ છે. જેનું પાલન કરવું પડશે.

ગત સપ્તાહે સરકારી કર્મચારીઓ માટે કરવામાં આવેલી મોટી જાહેરાતો પર એક નજર

- LTA કેશ વાઉચર સ્કીમ

- સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ

કોણ-કોણ ઉઠાવી શકશે ફાયદો?

નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, તમામ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે. રાજ્ય સરકારના કર્મચારીઓને પણ તેનો ફાયદો મળી શકે છે, પરંતુ રાજ્ય સરકારે આ પ્રસ્તાવ સ્વીકારવો પડશે.

કેવી રીતે મળશે કેશ?

આ સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે કર્મચારીઓને RuPay પ્રી-પેડ કાર્ડ મળશે.. જે પહેલાથી જ રિચાર્જ હશે. જેમાં 10 હજાર રૂપિયા જમા રહેશે. આ સાથે જ તેના પર લાગુ થતાં તમામ બેંક ચાર્જ સરકાર ભોગવશે.

કેવી રીતે ચૂકવવા પડશે પૈસા?

એડવાન્સમાં લેવામાં આવેલી રકમને કર્મચારીઓ 10 મહિનામાં ચૂકવી શકે છે. એટલે કે એક હજાર રૂપિયા મહિનાનો હપ્તો ચૂકવવાનો રહેશે.

(5:37 pm IST)