Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

રાજકોટમાં એઇમ્સ માટે પરાપીપળીયામાં 200 એકર જમીન ફાળવાઈ : 19 બિલ્ડિંગનો માસ્ટર પ્લાન મંજુર

રૂડાએ બિલ્ડીંગ પ્લાન મંજુર કરતા તબક્કાવાર ધોરણે બિલ્ડિંગનું બાંધકામ શરૂ થશે

રાજકોટઃ રાજકોટમાં એઇમ્સ બનાવવા પરા પીપળિયામાં 200 એકર જમીન ફાળવાઈ છે આ વિસ્તારમાં તબક્કાવાર બિલ્ડિંગનું બાંધકામ શરૂ થશે.રુડાએ એઇમ્સની બિલ્ડિંગ્સ માટે 19 બિલ્ડિંગ્સનો માસ્ટર પ્લાન મંજૂર કર્યો છે. તેણે આ સિવાય રાજકોટ એઇમ્સ માટેના માસ્ટર પ્લાનને મંજૂરી આપી છે.

રાજકોટમાં એઇમ્સને લાવવા માટે મંજૂરી મેળવવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી અને તેના પછી વર્તમાન મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની મહત્ત્વની ભૂમિકા રહી છે. રાજકોટને સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક શહેર માનવામાં આવે છે અને ત્યાં પરપ્રાંતીય કામદારોની સંખ્યા પણ ખાસ્સા પ્રમાણમાં છે. આ સિવાય દેશના પશ્ચિમ ભાગમાં એઇમ્સની સંખ્યાની ગેરહાજરીને ધ્યાનમાં રાખીને પણ આ એઇમ્સની ફાળવણી કરવામાં આવી છે.

(6:37 pm IST)